ઉમરાળા તાલુકાને અેસટી સુવિધામાં અન્યાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાના મથક ઉમરાળાને છેલ્લા ઘણા વરસથી એસટી તંત્ર તરફથી થઇ રહેલા અન્યાય સંદર્ભે અહીંના કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્ય પ્રવિણભાઇ મારૂને રજુઆત થતા ધારાસભ્યે જનરલ મેનેજરને પત્ર લખીને એસટીની સમસ્યા અંગે રજુઆત કરી છે.

ઉમરાળાને એસટીનો પોઇન્ટ તો અપાયો પરંતુ અત્રે પેસેન્જરોને રીઝર્વેશન કરાવવાની તેમજ વિદ્યાર્થીઓને પાસ કાઢી આપવા સહિતની પાયાની કોઇ સુવિધા ઉપલબ્ધ કરાવાઇ નથી. ઉપરાંત કોમ્પ્યુટરની પણ વ્યવસ્થા નથી જેથી આ સુવિધાઓ તાકીદે શરૂ કરવા ધારાસભ્યે માંગ કરી છે.

આ સિવાય ઉમરાળામાં નાઇટ હોલ્ટ કરીને સવારમાં ભાવનગર જવા ઉપડતી બસ છીનવાઇ ગઇ છે. તે ભાવનગર ડેપો દ્વારા પુન: ચાલુ કરવા, પાલિતાણા-વલભીપુર વાયા ધારૂકા, બજુડ, સોનગઢ બસ ચાલુ કરવા, સાવરકુંડલા-કૃષ્ણનગર વાયા ઉમરાળાની બંધ કરેલ બસ ચાલુ કરવા, બગસરા-દાહોદની સવારની વાયા ઉમરાળા, વલભીપુર થઇને બસ ચલાવવા, મેંદરડા-દાહોદ વાયા ઉમરાળાની બસ તેમજ અમરેલી-કૃષ્ણનગર વાયા ઉમરાળાની બંધ કરી દીધેલ બસો પુન: ચાલુ કરવા, તેમજ પાલિતાણા-બારડોલી વાયા ઉમરાળાની બસ જે બંધ કરી દેવાઇ છે તે પુન: ચાલુ કરવા ધારાસભ્ય પ્રવીણભાઇ મારૂએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...