રાજપુત સમાજના તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

ઉમરાળા તાલુકા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:26 AM
Umrala - રાજપુત સમાજના તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન
ઉમરાળા બ્યુરો | 16 સપ્ટેમ્બર

ઉમરાળા તાલુકા રાજપુત સમાજનો 26મો તેજસ્વી તારલાઓને સન્માનવાનો કાર્યક્રમ તા.16-9ના રોજ સમઢીયાળા ખાતે ગંગાસતિ પાનબાઇના આશ્રમમાં યોજાઇ ગયો. ગોહિલવાડ રાજપુત સમાજના પ્રમુખના અધ્યક્ષ સ્થાને અને સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનુ પણ મોમેન્ટો આપીને સન્માન કરાયુ હતુ.

ઉમરાળા તાલુકા રાજપુત સમાજના પ્રમુખ હરૂભા ગોહિલ અને મહામંત્રી પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા તેમની ટીમ દ્વારા આયોજનની વ્યવસ્થા સંભાળી હતી.

આ પ્રસંગે મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આગળ વધવા અપીલ કરી હતી તેમજ સમાજના કોઇપણ કાર્યમાં એકબીજાને સહકાર આપવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
Umrala - રાજપુત સમાજના તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App