રામપરથી ભાવનગર બસ એકાએક બંધ કરાતા મુશ્કેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરાળાના વિદ્યાર્થીઓને ભાવનગર જવા માટે અગત્યની ગણાતી ગારીયાધાર ડેપોની રામપર-ભાવનગર બસ છેલ્લા ત્રણેક દિવસથી ફરી પાછી બંધ થઇ જતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જન્મી છે. આ બસને નિયમિત નહિ ચલાવાય તો એસટી સામે આંદોલન થયાની વકી જણાઇ રહી છે.

એસટી તંત્રને ઉમરાળા ઓરમાયુ હોય તેમ એક પછી એક બસ સુવિધા ઓછી કરાઇ રહી છે. અને જે બસ ચાલે છે તેને અનિયમિત ચલાવાઇ રહી હોવાની ફરીયાદ ઉઠી છે. રામપરમાં નાઇટ હોલ્ટ કરીને સવારે 6-30 વાગ્યે ઉમરાળા આવી અહીંથી ભાવનગર જતી બસ અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે તેમજ સવારમાં ધંધાર્થે અથવા ખરીદી માટે ભાવનગર જવા ઇચ્છુક હીરા વ્યવસાયવાળા અને વ્યાપારીઓ સહિત અસંખ્ય લોકો માટે બહુ સાનુકુળ બસ છે. પરંતુ આ બસને અવાર નવાર બંધ કરી દેવામાં આવે છે તેમજ બસ ચાલુ હોય ત્યારે પણ નિયમિત સમયે સવારે ઉમરાળા આવતી ન હોવાની ફરીયાદ ઉઠી છે. જેના કારણે પેસેન્જરો મુશ્કેલીમાં મુકાઇ જાય છે.

ભાવનગર એસટી ડીવીઝનના અધિકારીઓ આ પ્રશ્ને લક્ષ આપે એવુ અહીંના લોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...