• Gujarati News
  • નેકનામમાં જમીનના ડખામાં પોલીસમેને મજૂરની હત્યા કરી

નેકનામમાં જમીનના ડખામાં પોલીસમેને મજૂરની હત્યા કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટંકારાતાલુકાના નેકનામમાં ભાગિયાની જમીન વાવવા બાબતે જમીનમાલિક પોલીસમેન અને તેના બે પુત્રોએ ખેતમજૂરની હત્યાકરી નાસી છૂટ્યા હતા.
નેકનામના વતની અને આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી લવજીભાઇ કોળીએ પોતાની જમીન ખેતમજૂર તેજિયાભાઇ સુરસિંહ પરમારને વાવવા માટે ઉપજમાં ભાગિયા તરીકે રાખ્યા હતા. મંગળવારે ઢળતી સાંજે આચિંતા વાડી માલિક લવજી તેના બે પુત્રો વાડીએ ધસી આવ્યા હતા અને આદિવાસી પરિવાર સાથે કામ બાબતે બોલાચાલી કરી લવજી અને તેના બન્ને પુત્રો ખેતમજૂરના યુવાનપુત્ર સુમત ઉપર લોખંડનો પાઇપ અને લાકડી વડે હુમલો કરતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડતા ત્રણેય નાસી ગયા હતા. ગભરાયેલો પરિવાર રાત આખી વાડીમાં રહ્યો હતો. સવારે પોલીસ પહોંચી ત્યારે સુમતનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ હાથ લાગતા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.
ગરીબ પરિવાર ડરથી ફરિયાદ કરવા ફફડતો હતો