લજાઈ PHCમાં ડોક્ટરની નિમણૂક કરવા માગ

લજાઈ PHCમાં ડોક્ટરની નિમણૂક કરવા માગ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:26 AM IST
ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર પાઠવી ટંકારા તાલુકાના મોરબી હાઈવે ઉપર આવેલા લજાઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલુ છે. તાજેતરમાં પીએચસીનુ નવું બિલ્ડિંગ પણ નિર્માણ પામ્યુ છે. પરંતુ પ્રા.આ.કેન્દ્રમા ઘણા સમયથી ડોકટરની જગ્યા ખાલી પડી છે. હાલ ઈન્ચાર્જથી ગાડુ ગબડાવવામા આવે છે. પરીણામે ચાર્જમા રહેલ ડોકટર અઠવાડીયામાં ત્રણ દિવસ જ અહી ફરજ ઉપર આવે છે. પરંતુ કાયમી ડોકટરના અભાવે સુવિધા સભર દવાખાનુ શોભાના ગાંઠીયા સમાન બની ગયુ છે.પીએચસી હેઠળ ગામડાના 23,100ની વસ્તી આવેલી છે. તેમ છતાં કાયમી ડોક્ટર નિમવાના બદલે ચાર્જથી ગાડુ ગબડાવાય છે. હાલ ગામડામાં મહિને 80 થી 100 જેટલી ઓપીડી થાય છે. તેમ છતાં કાયમી ડોક્ટરની નિમણુંક અંગે તંત્ર ગંભીર હોય અેમ લાગતુ નથી. અંતમા કાયમી ડોક્ટરની વહેલી તકે નિમણુંક કરવા માગ કરી હતી.

તાલુકામાં જગ્યા ખાલી છે, નિમણૂક થયે હલ થશે

જિલ્લાના ઈ.ચા.મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પી.જી.ભટ્ટના જણાવ્યા પ્રમાણે હાલમા, તાલુકા હેલ્થ ઑફિસર તેમજ જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીની તમામ જગ્યા ખાલી હોય પીએચસી કક્ષાએ ઓપીડીમાં તકલીફ ન પડે તે માટે મેડીકલ ઓફિસરને ડેપ્યુટેશન આપેલ છે. જગ્યા ભરાશે ત્યારે પીએચસીમા ડેપ્યુટેશન રદ કરાશે. ડો.પી.જી.ભટ્ટ, આરોગ્ય અધિકારી

X
લજાઈ PHCમાં ડોક્ટરની નિમણૂક કરવા માગ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી