ટંકારા : કલા મહાકુંભ મેળામાં ટંકારાની ન્યૂ વિઝન સ્કૂલની ત્રણ વિદ્યાર્થિનીઓએ કંઠસ્થ ગાયન કળા સ્પર્ધામાં ભાગ લઈ કંઠના કામણ પાથરી પ્રથમ સ્થાન હાંસલ કરી તાલુકાનુ અને શાળાનુ ગૌરવ વધાર્યું હતુ. આ સ્પર્ધામા સંગીત સાથે ભજન ગાયનમા ધ્રુવીબેન ફેફર અને નેહલબા ઝાલાની જોડીએ રંગત જમાવી ઉપસ્થિતોને રસબોળ કરી દીધા હતા અને ભજન ગાવાની કલામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જયારે શાળાની ધ્રુવીબેન કડીવારે શાસ્ત્રીય કંઠય સંગીત સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી મેદાન માર્યં હતું.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો