Home » Saurashtra » Morbi » Tankara » ઓટાળાના મહિલા સરપંચનો પતિ ચોરી કરેલું ડીઝલ વેચાતું લેતા ઝડપાયો

ઓટાળાના મહિલા સરપંચનો પતિ ચોરી કરેલું ડીઝલ વેચાતું લેતા ઝડપાયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:26 AM

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીનું ડીઝલ ટેન્કર માલિક અને ચાલક બારોબાર વેચતા હતા 400 લિટર ડીઝલ, ટ્રક સહિત રૂ.5,28,000નો...

  • ઓટાળાના મહિલા સરપંચનો પતિ ચોરી કરેલું ડીઝલ વેચાતું લેતા ઝડપાયો
    જામનગરના ખાવડીથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાથી ડીઝલ ભરીને જેતલસર જંકશન પશ્ચિમ રેલવેમા ડીઝલ ઠલવવા જતા ટેન્કર માલિકે ચાલક સાથે રૂટ બદલીને ટંકારા તાલુકાના ઓટાળા ગામે ડીઝલ ચોરી કરી બારોબાર વેચાણ કરવા કંપનીના સીલ તોડી ૪૦૦ લીટર ડીઝલ ઓટાળાના મહિલા સરપંચના પતિને વેચાણ કરે તે પૂર્વે જ ટંકારા પોલીસે ત્રાટકી ત્રણેયને રૂ.૫,૨૮૦૦૦ ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. ઓટાળા ગામે ઉભેલા ટેન્કરની અંદરથી ડીઝલ ચોરી થતી હોવાનુ જણાતા પોલીસ ત્રાટકી હતી. તપાસ કરતા પોલીસને જાણવા મળ્યુ હતુ કે જામનગરના ખાવડી ખાતેની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડીઝલ ભરેલુ ટેન્કર નં.જીજે-૧૨ એડબલ્યુ ૮૭૧૮ જેતલસર જંકશન ખાતેની પશ્ચિમ રેલવેમાં ખાલી કરવા જતુ હતુ. પરંતુ ડીઝલ ચોરી કરી બારોબાર વેચી મારવા માટે નિયત રૂટ બદલી જામનગરથી સીધુ ટંકારાના ઓટાળા પહોચ્યુ હતુ.

    અહ્યા ઓટાળાના મહિલા સરપંચ વર્ષાબેનના પતિ અશ્વિન દેસાઈ સાથે અગાઉ જ રૂ.૬૦ લીટર લેખે સોદો નક્કિ થયો હતો. સરપંચના ઘર પાસે ટેન્કર ઉભુ રાખી કંપનીએ લગાવેલ સીલ તોડીને ૪૦૦ લીટર ડીઝલ કાઢી લીધુ હતુ અને ફરી સીલ લગાવી રવાના થાય તે પૂર્વે પોલીસ ત્રાટકી હતી. પોલીસે ટેન્કર માલિક ભાવેશભાઈ પરબતભાઈ ધ્રાંગા, ચાલક વનરાજભાઈ ભીખાભાઈ બાલાસરા તથા ચોરીનો માલ ખરીદનાર મહિલા સરપંચના પતિ અશ્વિનભાઈ દેસાઈની ધરપકડ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ