દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો

દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો
દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો
દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો
દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો
દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો
દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો
દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો
દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો

DivyaBhaskar News Network

Aug 13, 2018, 03:56 AM IST
વૈદિક ધર્મની ચિનગારી પ્રજવલિત કરનારા મહર્ષી દયાનંદ સરસ્વતીજીની પાવન ભોમકાને તિર્થધામ જાહેર કરવાની માંઞણી વ્યાજબી છે. સરકારે આ દિશામા પ્રજાની લાગણીને ગંભીરતાથી સમજવાની જરૂર છે. સરકાર અન્ય પર્યટકસ્થાનોના વિકાસને પ્રાધાન્ય આપે છે તો દયાનંદની જન્મભૂમિને કેમ તિર્થધામનો દરજ્જો આપવામા નાનપ અનુભવે છે.- તિર્થધામ અંગે પોતે પ્રજાની લાગણી સાથે સુર પુરાવે છે. રમેશભાઇ મહેતા , વ્યવસ્થાપક, મહર્ષી દયાનંદ સ્મારક ટ્રસ્ટ-ટંકારા

મિત ત્રિવેદી | ટંકારા | આર્યસમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર જન્મભૂમિના નગર ટંકારાને વર્ષોથી તીર્થધામ જાહેર કરવાની માંગણી પ્રજામાંથી ઉઠતી રહી છે. પરંતુ સરકારે આ બાબતે કયારેય ગંભીર વલણ દાખવ્યુ નથી. ત્યારે દિવ્યભાસ્કરે આજે લોકોની અા મામલે લાગણી જાણવાનો પ્રયાસ કર્યો હતો.

સરકારે ગંભીરતાથી વિચારવું જરૂરી

મહર્ષી દયાનંદ સરસ્વતીજીની પાવન ભૂમિને સરકારે ખરેખર ગંભીરતાથી નોંધ લઇ તિર્થધામ તરીકે સ્વિકારી વિકસાવવાની જરૂર છે. કોંગ્રેસ આ મુદ્દે પ્રજા સાથે છે. ભવિષ્યમાં પોતાની સરકાર આવશેતો તિર્થધામનો મુદ્દો અગ્રિમ સ્થાને હશે તેની ખાત્રી આપુ છુ. લલિત કગથરા , ધારાસભ્ય,ટંકારા-પડધરી

સરકાર કેમ નાનપ અનુભવે છે

ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.ઇંદિરા ગાંધીથી માંડીને અટલબિહારી વાજપેયી, અડવાણી, નરેન્દ્રભાઇ મોદી, રાજયપાલ ઓમપ્રકાશ કોહલી સહિતના અનેક દિગ્ગજ રાજકીય નેતાઓ અહીં આવી ચૂકયા છે છતાં પવિત્ર જન્મભૂમિ ટંકારાને તીર્થભૂમિ જાહેર કરાવવા લાંબા સમયથી માગણી પડતર છે

સરકારે વિકાસ માટે 1.83 લાખ મંજૂર કર્યા

તિર્થધામ તરીકેની માન્યતા અંગે અનેક પાસાઓ બાબતો અને વિટંબણાઓ બાધારૂપ બનતી હોય છે. મે પોતે આ અંગે મારી નોંધપોથીમા ટપકાવેલુ છે જ. સમય આવ્યે યોગ્ય નિર્ણય લેવાશે.ભાજપાની સરકારે દયાનંદની ભૂમિને વિકસાવવા 1.83 લાખ મંજુર કર્યા છે. મોહનભાઈ કુંડારીયા, પૂવકેન્દ્રીય કૃષિ મંત્રી

બ્રહ્મસમાજે અનેક વખત માગણી કરી છે

વિદેશમાંથી અનેક યાત્રાળુઓ પવિત્ર ભૂમિમા આવે છે.પરંતુ સરકારમા ધર્મ સાથે સંકળાયેલી લાગણી અને માંગણી સંતોષાતી નથી. જે ખરેખર દુઃખદ છે. તિર્થધામની બ્રહ્મસમાજે અનેક વાર માંઞણી ઉઠાવી છે.આ મામલે સરકારને પત્ર પણ પાઠવ્યો છે. શશીભાઈ આચાર્ય , ઉપ પ્રમુખ,બ્રહ્મસમાજ-ટંકારા

તીર્થસ્થાનનો દરજ્જો મળવો જ જોઇએ

ટંકારાને હિંદુ ધર્મના દેવોના દેવ મહાદેવ અને દયાનંદના કારણે પાવન માનવામા આવે છે. એ પવિત્ર ભૂમિને તિર્થસ્થાનનો દરજ્જો મળવો જ જોઇએ. સરકાર પ્રજાની માંઞણી અને લાગણી સમજીને સ્વિકારી યોગ્ય કરે તે જરૂરી છે.ે. રમેશભાઈ ત્રિવેદી, મુખ્યાજી,વૈષ્ણવ સમાજ,હવેલી ટંકારા

સરકાર પ્રજાની લાગણી સમજે

ટંકારાની પવિત્ર ભૂમિ વર્ષોથી ન્યાય ઝંખે છે

તિર્થધામ જાહેર થાયતો ધાર્મીક બાબતોમા પણ શહેરનુ મહત્વ અનેક ગણુ વધી જાય તે સ્વભાવિક છે. વર્ષોથી પ્રજાજનો શહેરની પવિત્રતા માટે ન્યાય માટે ઝંખે છે. દયાનંદજીના કાર્યો પણ તિર્થધામનો દરજ્જો મળે એટલે સિધ્ધ થયા એમ કહી શકાય. રમેશભાઇ ગાંધી, ટ્રસ્ટી, પાંજરાપોળ

ટંકારા શહેર મહર્ષી દયાનંદ સરસ્વતીના કારણે જ ઓળખાતું નગર છે. જે શહેરના પ્રવેશ દ્વારે જ દયાનંદજીને બોધ આપનારૂં સ્વયંભૂ કુબેરનાથ મહાદેવનુ હજારો વર્ષ પુરાણું શિવ મંદિર આવેલુ છે. જે આ શહેર ની શાન છે.આ પવિત્ર ભૂમિ ને તિર્થસ્થાનનો દરજ્જો મળવો જ જોઇએ. સરકાર પ્રજાની માંઞણી અને લાગણી સમજીને સ્વિકારી યોગ્ય કરે તે જરૂરી છે. મધુબેન સંઘાણી, પ્રમુખ,તાલુકાપંચાયત-ટંકારા

તેજ સ્વામીજીને સાચી શ્રધ્ધાંજલિ ગણાય

મહર્ષી દયાનંદ સરસ્વતી સ્મારક ભવનમા વેદશાળા ચાલે છે. છાત્રો અહીં વિદ્યા પ્રાપ્ત કરી રહ્યા છે. મહર્ષીના વિચારો આજે પણ સંસ્થામા ગુંજે છે.ખરેખર તિર્થભૂમિ તરીકે વિકસાવવાની જરૂર છે. તેજ સ્વામીજીને સાચી શ્રધ્ધાંજલિ ગણાય. રામદેવ શાસ્ત્રી, પ્રાચાર્ય આર્યસમાજ સ્મારક ટૃસ્ટ ટંકારા

X
દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો
દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો
દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો
દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો
દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો
દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો
દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો
દયાનંદની જન્મભૂમિને તીર્થધામ જાહેર કરો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી