Divya Bhaskar

Home » Saurashtra » Morbi » Tankara » ટંકારામાં કુબેરનાથ મહાદેવ ભક્તોની આસ્થાનું પ્રતીક

ટંકારામાં કુબેરનાથ મહાદેવ ભક્તોની આસ્થાનું પ્રતીક

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 03:56 AM

સમગ્ર જગતને મહાન સામાજીક ક્રાંતિકારી મહર્ષિ દયાનંદ સરસ્વતિ જેવા ૠષિની ભેટ આપનારા ટંકારા શહેરના મુખ્ય પ્રવેશ...

  • ટંકારામાં કુબેરનાથ મહાદેવ ભક્તોની આસ્થાનું પ્રતીક
    સમગ્ર જગતને મહાન સામાજીક ક્રાંતિકારી મહર્ષિ દયાનંદ સરસ્વતિ જેવા ૠષિની ભેટ આપનારા ટંકારા શહેરના મુખ્ય પ્રવેશ દ્વારની બહાર જુના બસ સ્ટેશન નજીક આવેલ અતિપૌરાણિક અને હજારો વર્ષ જૂના કુબેરનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ભાવિક ભકતોની ભીડ જામે છે. આ મંદિરની વિશેષતાઓએ છે કે, એક જ પટાંગણમા એકી સાથે બબ્બે સ્વયંભૂ શિવલીંગ આવેલી છે. જેમા એક કુબેરનાથ તો બીજા સુખનાથ મહાદેવ તરીકે પ્રસિધ્ધ થયા છે.

    શ્રાવણમાસ દના અંતે આખો માસ શિવજીની ભક્તિ કરનારા ભકતજનો ભેગા મળીને ભોળાનાથનો ભંડારાનું આયોજન કરે છે. જેમા સેવકગણ દ્વારા મહાઆરતી, રાજભોગના દર્શન, કાર્યક્રમના અંતે સમુહ પ્રસાદ મંદિરમા બેસીને ગ્રહણ કરવાની વડીલો પાર્જીત પરંપરા આજે પણ નિભાવાય છે. જયારે કુબેરનાથ મંદિર આજે પણ પુરાણી અવસ્થામા અકબંધ છે. અહ્યા શિવભકતો બારેમાસ ભક્તિ કરે છે. તેમાય શ્રાવણમાસમાં ભકતોની ભારે ભીડ જામે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending