Home » Saurashtra » Morbi » Tankara » Tankara - ટંકારામાં ગણિત-વિજ્ઞાન મેળામાં 31 કૃતિ મુકાઇ

ટંકારામાં ગણિત-વિજ્ઞાન મેળામાં 31 કૃતિ મુકાઇ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:25 AM

Tankara News - સરદાર પટેલ વિદ્યાલય ખાતે આયોજન સંપન્ન

  • Tankara - ટંકારામાં ગણિત-વિજ્ઞાન મેળામાં 31 કૃતિ મુકાઇ
    ટંકારામાં સરદાર પટેલ વિઘાલય ખાતે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયુ હતુ. ટંકારામા સરદાર પટેલ વિધાલયમા આ પ્રદર્શનમા ૨૫ શાળાઓએ ભાગ લીધો હતો. શૈક્ષણિક પ્રદર્શનમા ૩૧ કૃતિ રજુ થઈ હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારી દિપાબેન બોડા,મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એલ.વી.કગથરા,ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી, મગનભાઈ ઓગણજા, દિપાલીબેન વડગામા, એસ.પી.સરસાવાડીયા, હસમુખભાઈ પરમાર, એમ.એચ અણદાણી, સેલ્ફ ફાયનાન્સ સ્કુલના પ્રમુખ યોગેશભાઇ ઘેટીયા, દિલીપભાઈ બારૈયા વિગેરે ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમનો પ્રારંભ આર્યસમાજના પ્રાચાર્ય રામદેવ શાસ્ત્રીના હસ્તે દિપ પ્રાગટય કરાવી ખુલો મુકયો હતો. જેમા સૌ પ્રથમ વિધાર્થીઓએ સ્વાગત ગીત રજુ કરી તમામ ઉપસ્થિતોને આવકાર્યા હતા.આ પ઼સંગે પ્રદર્શનના સંયોજક આર.પી.મેરજાએ રજુ થયેલ તમામ કૃતિઓ અંગે માહિતી આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ