તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટંકારામાં ખુલ્લી જમીનમાં દબાણો દૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટંકારા શહેરના પછવાડે આવેલી દેવીપુજક વસાહતના ઠક્કરબાપા ચોકમાં આવેલા મહાકાળી માતાજીના મંદિર પાસે ગ્રામપંચાયત હસ્તકની સરકારી ખુલી જમીનમા ગેર કાયદેસર દબાણો કરી દુકાન બાંધી લેતા આ દબાણો દૂર કરવા મામલતદાર કચેરીએ સ્થનિકોએ રજૂઆત કરતા મામલતદારે ત્વરીત પગલા ભરી ગેરકાયદે બાંધકામો દૂર કર્યા હતા. આ મામલે સૌ પ્રથમ ગ્રામપંચાયતને લેખિત ફરીયાદ કરી હતી. ફરીયાદને પગલે પંચાયત દ્વારા ઉપસરપંચની સહીથી દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ ગ્રામપંચાયતની નોટીસને દબાણ કરનારાએ ન ગણકારતા દુકાનનુ ચણતર ચાલુ રાખતા ૨૦૦ થી વધુ લોકોના ટોળાએ મામલતદાર કચેરીએ લેખિત ફરીયાદ કરી હતી અને ગેરકાયદે થતુ દબાણ અટકાવવા માંગણી કરી હતી. આ તકે સ્થાનિક ધારાસભ્ય લલિત કગથરાને જાણ થતા તેઓ પણ તાબડતોબ મામલતદાર કચેરીઍ દોડી આવ્યા હતા અને ટોળાની ફરિયાદ વાજબી હોવાનુ જણાવી તંત્રને તાકિદે પગલા લેવા જણાવ્યુ હતુ. જોકે મામલતદાર બી.કે.પંડયાએ તાબડતોબ સ્ટાફના સર્કલ ઈન્સપેકટર જી.એન.જાડેજા, તલાટી હર્ષદ ભૂત, પો.સ.ઈન્સપેકટર એમ.ડી.ચૌધરી સહિતના કાફલા સાથે ગેરકાયદે ખડકાયેલુ દુકાનનુ બાંધકામ તોડી પાડ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...