ગીર પંથકમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો

તાલાલા સહિત ગીર પંથકની ધરામાં દર વર્ષે ચોમાસાની ઋતુ પુરી થવાનાં આરે હોય ત્યારથી પેટાળમાં ભુસ્તરીય હિલચાલ શરૂ થતી...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:35 AM
Talala - ગીર પંથકમાં 
 ભૂકંપનો હળવો 
 આંચકો અનુભવાયો
તાલાલા સહિત ગીર પંથકની ધરામાં દર વર્ષે ચોમાસાની ઋતુ પુરી થવાનાં આરે હોય ત્યારથી પેટાળમાં ભુસ્તરીય હિલચાલ શરૂ થતી હોય અને દર વર્ષે ભુકંપનાં હળવા ભારે આંચકા અાવતા હોય છે. છેલ્લા પંદર દિવસથી વરસાદે વિરામ લેતા ગીર પંથકનાં ખેડુતોએ મગફળી, સોયાબીન, તુવેર સહિતનો પાક બચાવવા પાકને પીયત આપવા કુવા, બોરમાંથી ભુગર્ભ જળ બહાર કાઢવાનું શરૂ કરતા ધરતીનાં પેટાળમાં ભુસ્તરીય હિલચાલ શરૂ થવાથી શનિવારે તાલાલા પંથકમાં સાંજે 4-54 કલાકે 1.5 ની તિવ્રતાનો ભુકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. આંચકાની તીવ્રતા અને માત્રા ઓછી હતી. ભુકંપનું અે.પી. સેન્ટર તાલાલાથી 21 કિમી દુર નોર્થ - ઇસ્ટ દિશામાં આંકોલવાડી ગામ તરફ નોંધાયું હતું.

X
Talala - ગીર પંથકમાં 
 ભૂકંપનો હળવો 
 આંચકો અનુભવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App