ગીર જંગલ, આંકોલવાડીમાં સાંબેલાધારે બે કલાકમાં 5 ઇંચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલા પંથકમાં છેલ્લા પાંચ દિવસથી મેઘમહેર રહેવા પામ્યું હોય શનિવારે ગીર જંગલ અને આંકોલવાડી, વાડલા, બામણાસા સહિતનાં ગામોમાં સવારે 7.30 થી 9.30 એમ બે કલાકમાં સાંબેલાધારે વરસાદ વરસતાં 5 ઇંચ પાણી પડી ગયું હતું. તાલાલા - આંકોલવાડી રોડ, સુરવા રોડ પર પાણી ફરી વળ્યા હતાં. જંગલમાંથી નિકળતાં વોંકળા, નાળા, નદીઓ પાણીથી વહેતા થયાં હતાં. તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોરનાં 4 સુધીમાં અઢી ઇંચ પાણી વરસ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...