તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજેટમાં તાલાલાને સરકારી વાણિજય કોલેજની સંભાવના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાનાંપુર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારએ શિક્ષણ વિભાગ સમક્ષ મુદાસર રજૂઆતો કરેલ રજૂઆત ધ્યાને લઇ સરકાર દ્વારા કોલેજ તાલાલામાં બનાવવા અંગે બજેટમાં સમાવેશ કરતા તાલાલાને સરકારી કોલેજ મળવાની સંભાવના ઉજળી બની છે.

તાલાલા તાલુકામાં સરકારી વિનીયન અને વાણિજ્ય સ્થાનિક આગેવાનોને સાથે રાખી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ મુદાસર રજૂઆતો કરેલ તાલાલા તાલુકામાં સરકારી કોલેજ હોય ગરીબ પરીવારોનાં દિકરા-દિકરીઓનાં શિક્ષણ અધુરા રહી જતા હોય બાબતે સરકારમાં થયેલ રજૂઆતથી પૂર્વ ધારાસભ્યની રજૂઆત અને ઉચ્ચ શિક્ષણની ઘરઆંગણે સરકારી કોલેજ મળવાની સંભાવના ઉજળી બની છે. સરકારએ રજૂઆતને બજેટમાં સમાવેશ કરતાં પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર અને સ્થાનિક આગેવાનોએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...