તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીરપંથકની સમસ્યા ઉકેલવા કિસાન સંઘે કરી રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર-સોમનાથજિલ્લાનાં પ્રભારી મંત્રી ગોવિંદભાઇ પટેલને કિશાનસંઘનાં હોદેદારોએ લેખીત રજૂઆતમાં જણાવેલ કે, કોઇપણ ખેડૂતની જમીનનો સર્વે નંબર એક હોય અને તેમાં એક કરતા વધુ ખેતીવાડી કનેકશનની જરૂરીયાત હોય તો ખેડૂતોને કનેકશન આપવામાં આવે. ખેતીવાડી કનેશન મંજુર થાય ત્યારે ફરજીયાત ચોક્કસ કંપનીની સબમર્સીબલ લેવાનો નિયમ રદ કરવો જેથી ખેડૂત પોતાની પસંદગીની મોટર લઇ શકે. ગીરનાં તાત્કાલીક ધોરણે દિવાલ બનાવવા સબસીડી આપવામાં આવે ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી ચવકનાં મકાનો ખાતે કરવા માટે ઘણા સમયથી રજૂઆત કરવામાં આવતી હોય છતાં કોઇ કાર્યવાહી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી નથી. તે અંગે કાર્યવાહી કરવામાં આવે ઇકો સેન્સેટીવનેશ બાબતે સરકાર અને સુપ્રીમકોર્ટ વચ્ચે ચાલી રહેલા વિવાદનાં કારણે ગીરનાં કારણે ગીરની બોર્ડરથી 10 કિમી દુર આવેલા ગામડાઓમાં લોકોને રહેણાંક હેતું માટે બનીખેતી કરાવવી હોય તો વનવિભાગ દ્વારા એનઓસી આપવામાં આવતી નથી. તો ગીરનાં ગામડાઓનાં લોકોને રહેવા માટે 1 કિ.મી. બહાર જવું પડશે કે શુંω આવી જટીલ સમસ્યાઓનો તાકીદે ઉકેલ કરી ખેડૂતો અને પ્રજાને પડતી હાલાકી તાકીદે દુર કરવા કિશાનસંઘનાં હોદેદારોએ સરકારનાં પ્રભારીમંત્રી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...