• Gujarati News
  • ગૌ શાળામાં સિંહો ત્રાટકયા, ત્રણ ગાયનો શિકાર કર્યો

ગૌ શાળામાં સિંહો ત્રાટકયા, ત્રણ ગાયનો શિકાર કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરઅભ્યારણ્ય પાસે આવેલા તાલાલા તાલુકાનાં મોટાભાગનાં ગામડાઓની સીમો અને વાડી વિસ્તારમાં સિંહોએ ધામા નાંખ્યા હોય દરરોજ ગાય, ભેંસ, ઘેટા, બકરા જેવા માલઢોરનાં ગામે - ગામ શિકાર સિંહો કરતા હોવાનાં બનાવો સામે આવી રહયાં છે. વરસાદી વાતાવરણથી જંગલમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ રહેતો હોય સિંહોએ જંગલ છોડી ગામડાઓની વાટ પકડતા ખેડૂતો, પશુપાલકો ચિંતાતુર બન્યા છે.

તાલાલા તાલુકાનાં આંકોલવાડી, માધુપુર ગામમાં સોમવારે સિંહોએ ગાયોનાં શિકાર કરેલ મંગળવારે બોરવાવ ગામમાં બકરાનાં વાડામાં સિંહો ત્રાટકતા આઠ બકરાને માર્યા હતાં. આજે બુધવારે વહેલી સવારે વીરપુર( ગીર)ની નીરાધાર ગૌશાળાની દિવાલ ઠેકી પતરા ઉપરથી સિંહો ગોશાળામાં આવેલ અને ત્રણ ગાયોનો શિકાર કરી મારી નાંખેલ. ગૌ શાળાનું રખોપુ કરતો માણસ અને આસપાસનાં લોકો આવી જતા ઘોંઘાટથી સિંહો મારણ પડતું મુકી વાડી વિસ્તારમાં ચાલ્યા ગયેલ તાલાલા તાલુકાનાં આંકોલવાડી, માધુપુર, હરીપુર, બોરવાવ, ધાવા, જશાપુર, રાતીધાર, રામપરા સહિતનાં ગામોમાંથી રોજ સિંહોએ શિકાર કર્યા હોવાની વિગતો આવી રહી છે. ગામડાઓમાં સિંહોની સંખ્યા અને અવર-જવર વધવા લાગતા ખેડૂતો અને પશુ પાલકો ભારે ચિંતાતુર બની ગયા છે. હાલ તાલાલા તાલુકાનાં દરેક ગામની સીમોમાં વન્ય પ્રાણીઓની હાજરી હોય વન વિભાગ તાકીદે યોગ્ય કામગીરી કરે તેવી માંગ ગામોનાં લોકોમાંથી ઉઠવા પામી છે.

આંકોલવાડી, માધુપુર, હરીપુર, બોરવાવ, ધાવા, જશાપુર, રાતીધાર, રામપરા, સહિતનાં ગામોની સીમામાં ધામા } જીતેન્દ્રમાંડવીયા