• Gujarati News
  • વીજ પુરવઠો પૂરતો આપો અને વિજકર્મચારીઓનો ત્રાસ દુર કરો

વીજ પુરવઠો પૂરતો આપો અને વિજકર્મચારીઓનો ત્રાસ દુર કરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાતાલુકાનાં આંબળાશ (ગીર)નાં ગ્રામનો બેવડી સમસ્યાથી પરેશાન છે ખેતીવાડીમાં અપાતા વીજધાંધીયાની હાલાકી હોય સાથે વીજ કચેરીમાં ફરિયાદ સાંભળી નીરાકરણ કરવાનાં બદલે યોગ્ય જવાબ પણ મળતા હોય ગ્રામજનોએ વીજ વિભાગનાં ઉચ્ચ અધિકારીને સામૂહીક રજુઆત કરી માંગ કરેલ કે વીજપૂરવઠો પૂરતો આપો અને ઓફિસનાં ઉદ્ધત કર્મચારીઓનાં ત્રાસમાંથી મુક્તિ અપાવો.

આંબળાશ(ગીર)નાં ગ્રામજનોએ વીજવિભાગનાં સર્કલ ઈજનેરને પત્ર લખી સામૂહીક માંગ કરી છે કે આંબળાશ (ગીર) ગામમાં ઘણાં સમયથી વીજધાંધીયા રહે છે. ખેતીવાડીમાં ઘણાંદ સમયથી પાવર સપ્લાય મળતી નથી જેથી વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારો વરસાદમાં અંધારામાં રહે છે અને લોકો ઉપરાંત માલઢોરને પીવાનાં પાણીની ભારે હાલાકી પડે છે. ગામમાં ગોપાલભાઈ કમાણી વાળા ટી.સીમાં અર્થીંગ ઘણાં સમયથી ઓપન છે. જેનાં લીધે પાવર વધી જવાથી કિંમતી વીજઉપકરણો નાશ પામે છે. વીજવિભાગનાં કર્મચારીને અંગે રજુઆત કરીએ તો કહે છે કે તમારી મેળે ખાડો ખોદી અર્થીંગનું કામ કરી લો ફોલ્ટ રીપેરનાં બદલે સરકારી ગાડીમાં ચક્કર મારી ટી.એ. વધારે છે ઓફિસમાં ફોન કરીએ તો કોઈ ગ્રાહકને જ્વાબ મળતો નથી કેસ કરવાની ધમકી આપે છે.આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા આંબળાશના ગ્રામજનોએ સામૂહીક માંગ કરી છે.