ખેડૂતોને એક સર્વે નંબરમાં વધુ કનેકશન અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંસરકાર દ્વારા ખેડૂતોને એક સર્વે નંબરમાં બે વિજ જોડાણ આપવાનો નિર્ણય કરવામાં આવતા તેમને ભારતીય કિશાન સંઘ તાલાલા અને ગીર સોમનાથ દ્વારા આવકારવામાં આવ્યો છે. ખેડુતોને એક સર્વે નંબરમાં એક થી વધુ કનેકશનો આપવામાં આવતા હતા. જેથી ભારતીય કિશાન સંઘ તાલાલાનાં પ્રમુખ રાજેશભાઇ પાનેલીયાએ મંત્રી ગોવિંદભાઇ પટેલને રજુઆત કરી હતી અને જે રજુઆત સફળ રહી હતી અને હવેથી એક સર્વે નંબરમાં એક થી વધારે કનેકશનો આપવાનો નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે અને નિર્ણયને ભરતભાઇ સોજીત્રાએ પણ આવકાર્યો હતો.

અત્રે નોંંધનીય છે કે, ખેડૂતોને એક સર્વે નંબર ઉપર બે કનેકશન મળતા હાલ પાણી માટે થઈને જે તેમને હાલાકી ભોગવવી પડતી હતી તે હવે ભોગવવી નહીં પડે અને તેઓ સમયે પાકને પાણી પીવડાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...