તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Talala
  • આંકોલવાડીનો છાત્ર અમેરિકામાં પ્રોજેકટ રજુ કરી વિજેતા બન્યો

આંકોલવાડીનો છાત્ર અમેરિકામાં પ્રોજેકટ રજુ કરી વિજેતા બન્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડાગામે રહેતો અને આંકોલવાડી ગીરમાં આવેલ શાળામાં અભ્યાસ કરતાં એન્જિનિયર છાત્ર અને તેમની ટીમે આંતરરાષ્ટ્રીય કોમ્પીટીશનમાં ભાગ લઇ પ્રોજેકટ રજુ કર્યો હતો.

જે માટે વિજેતા થતાં શાળા પરીવાર, ગ્રામજનોએ બિરદાવી હતી. અમેરિકાનાં નોર્થ કેરોલીનાનાં શેરલોટ શહેરમાં તાજેતરમાં અમેરિકન સોસાયટી ઓફ મેકીનીકલ એન્જિનિયર્સનું આંતરરાષ્ટ્રીય કોમ્પીટીશન (ઇનોવેટીવ ડીઝાઇન એન્ડ સિમ્યુલેશન ચેલેન્જ) 2016નું આયોજન કરાયું હતુ. જેમાં તપોવન વિદ્યા સંકુલ આંકોલવાડી ગીરનાં ભુતપુર્વ વિદ્યાર્થી કામડીયા મોહીત મનુભાઇએ ભાગ લીધો હતો અને હાલમાં બીએસઆરડી કોલેજમાં અભ્યાસ કરતાં એન્જિનિયર છાત્ર અને તેમની ટીમે બેસ્ટ ઇમ્પેકટ એવોર્ડ ઇન કોમર્શિયલ સોફટવેર કેટેગેરીમાં કોમ્પેકટ કાર્ગા લીકટરનું સિમ્યુલેશન તૈયાર કર્યું હતુ અને જે પ્રોજેકટ રજુ કરી વિજેતા થયા હતા. આથી ટીમને બે હજાર ડોલરનું પ્રાઇઝ તેમજ ફેકલ્ટી એડવાઇઝરને એક હજાર ડોલર અને પાંચ વર્ષ માટે કોમ્પ્લીમેન્ટ્રી (ASME)નું સભ્યપદ પણ આપવામાં આવ્યુ હતુ. સિધ્ધી બદલ શાળા પરીવારનાં અશ્વીનભાઇ ચોથાણી, ભાવેશભાઇ ડોબરીયા, કિરીટભાઇ માવાણી, વડાલીયાભાઇ, દોમડીયાભાઇ, વિનેશભાઇ પટેલ, કાદરીભાઇ, જયભાઇ વાછાણી, આચાર્ય રાજેશભાઇ પાનેલીયા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

વિજેતા છાત્ર

શેરલોટ શહેરમાં યોજાયેલી ઇનોવેટીવ ડીઝાઇનની આંતરરાષ્ટ્રીય કોમ્પીટીશનમાં લીધો હતો ભાગ

અન્ય સમાચારો પણ છે...