• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Talala
  • તાલાલા પોલીસની બલિહારી, ચોરીનો માલ ખરીદનારને ઘેર જવા દીધા, ચકચાર

તાલાલા પોલીસની બલિહારી, ચોરીનો માલ ખરીદનારને ઘેર જવા દીધા, ચકચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાપોલીસમાં ટાઉન જમાદારની બલીહારીથી ચોરીનો માહોલ ખરીદનાર જેલમાં જવાને બદલે ઘરે જઇ શકતા હોય તેવો કિસ્સો બનવા પામેલ છે. તાલાલાનાં પીપળવા રોડ પર પાન-બીડીની દુકાન ધરાવતાં કલાપી પાનવાળો સુરેશભાઇ લાખાણીની સાતવાર અત્યાર સુધીમાં ચોરી થઇ. એકપણ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી શકી નહીં જેથી વેપારીએ ખાનગીમાં સીસીટીવી કેમેરા મુકાવ્યાં. છુપા કેમેરાથી અજાણ ચોરોએ પાંચ દિવસ પહેલા ફરી દુકાનમાં પ્રવેશ કરી સોપારીની ચોરી કરનાર શખ્સ કેમેરામાં સ્પષ્ટ પણે કેદ થઇ ગયા. સીસીટીવી ફુટેજમાં ચોરી કરનાર શખ્સ સ્પષ્ટ દેખાતો હોય છતાં પોલીસે એક દિવસ બાદ ફરિયાદ નોંધી ચોરી કરનાર શખ્સે ચોરી કરેલ સોપારી એક મુસ્લિમ શખ્સને વેંચી તાલાલા ટાઉન જમાદારે તે શખ્સને પોલીસ સ્ટેશને બોલાવ્યો ત્યારે કોઇ આગેવાનની ભલામણ થતા ટાઉન જમાદારે કાલે 24 કિલો સોપારી લઇ આવી જજે તેમ કહી આરોપીને ઘરે જવા દીધો. ટાઉન જમાદાર સામાન્ય ઝપાઝપીનાં ચેપ્ટર કેસમાં વેપારીઓને જેલમાં પુરી રાખી અને ચોરીનો માલ ખરીદનારને ઘરે જવા દઇ કયાં પ્રકારનાં કાયદાથી કામ કરે છે. તેની ચર્ચા લોકો અને વેપારી આલમમાં થઇ રહી છે. એસપી ઘટનાની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે.

દુકાનમાંથી સોપારી ચોરનાર શખ્સ સીસીટીવીમાં કેદ. તસવીર- જીતેન્દ્ર માંડવીયા

પાન-બીડીની દુકાનમાંથી સોપારી ચોરનાર શખ્સો સીસી ટીવી કેમેરામાં કેદ થયા હતા

અન્ય સમાચારો પણ છે...