• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Talala
  • તાલાલા વિસાવદરમાં લોહાણા, બ્રાહ્મણ સમાજે અનામતની માંગનું રણશીંગુ ફૂંક્યું

તાલાલા - વિસાવદરમાં લોહાણા, બ્રાહ્મણ સમાજે અનામતની માંગનું રણશીંગુ ફૂંક્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અનામતનોમુદ્દે ગુજરાતમાં ભારે જોર પકડી રહ્યો હોય અનામતનો લાભ મળતા વિવિધ સમાજનાં બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે એડમીશન મેળવવા અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી પ્રાપ્ત કરવામાં ઉચ્ચ દેખાવ અને શિક્ષણ હોવા છતાં પારાવાર મુશ્કેલીથી પાટીદાર સમાજે અનામતની માંગ શરૂ કરી છે. ત્યારે અનામત મુદ્દે સુવર્ણ સમાજમાં પણ સળવળાટ થયો હોય તાલાલા લોહાણા ઉપરાંત બ્રહ્મ સમાજ અનામત આપવાની માંગ કરી છે.

તાલાલામાં શિક્ષણ ક્ષેત્રે ભારે જાગૃતિ આવતા લોહાણા સમાજનાં બાળકો શિક્ષણક્ષેત્રે ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી રહ્યા હોય છતાં અનામતમાં હોવાનાં લીધે અન્ય કરતા સારા માર્કસ અને ડિગ્રી હોવા છતાં સમાજનાં બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે સરકારી વિભાગોમાં એડમિશન મળતા નથી અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઉત્તમ ક્વોલીફિકેશન ધરાવતા સમાજનાં યુવાનોને નોકરી મળતી હોય ગુજરાતમાં રઘુવંશી સમાજને અનામત આપવા તાલાલા લોહાણા મહાજન ટ્રસ્ટે માંગ કરી છે.

વિસાવદર: સમગ્રગુજરાતનાં પાટીદારો દ્વારા અનામતની માંગને લઇ ગામે ગામ રેલીઓ, મીટીંગો, આવેદનપત્રની શરૂઆતો થઇ છે. ત્યારે દરેક સમાજ દ્વારા પણ અનામતની માંગો થઇ રહી છે. જેમાં વિસાવદરમાં લોહાણા, બ્રાહ્મણ અને સોની સમાજ દ્વારા અનામતની માંગને લઇ રણશીંગુ ફૂક્યું છે.

જેમાં વિસાવદરનાં સોની સમાજનાં પ્રમુખ હિરેનભાઇ ધકાણ, લોહાણા સમાજનાં પ્રમુખ શાંતીલાલ ગણાત્રા તથા બ્રહ્મ સમાજનાં નયનભાઇ જોષી, નીતેશ દવે સહિતનાં લોકોઓ મળી આજરોજ અનામતની માંગ કરવાનું નક્કી કર્યુ છે. જેને લઇ તા.29/7નાં રોજ 11 કલાકે લોહાણા, બ્રાહ્મણ અને સોની સમાજ લોકો સાથે મળી પ્રાંત અધિકારીને રૂબરૂ આવેદનપત્ર પાઠવવાનું નક્કી કર્યુ છે. જેમાં સરકારની નીતીઓથી જેવી કે સામાન્ય જ્ઞાતિનાં દિકરા, દિકરીઓને ઉચ્ચભણતર હોય, ટકાવારી સારી હોવા છતા પણ ભરતી પ્રક્રિયામાં અમુક લાભો મળતા હોવાથી સરકારી નોકરીઓથી વંચિત રહી જાય છે. જ્યારે બક્ષીપંચમાં આવતી જ્ઞાતિઓને આવા અનેક લાભો મળતા હોય જે લાભો અમારા સમાજને પણ આપવાની સરકાર સમક્ષ જોરદાર માંગણી કરી છે.

ભારતનાં બંધારણ મુજબ દરેક જ્ઞાતિનાં લોકોને દરેક જગ્યાએ સરખી રીતે ગણવા જોઇએ કોઇ પણ જ્ઞાતિ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખી શકાય નહિં. નોકરીમાં કે અભ્યાસમાં જ્ઞાતિઓનું વિસર્જન કરી ભેદભાવ કરી કોઇ ચોક્કસ જ્ઞાતિને અન્યાય કરી શકાય નહિં. તેવી સ્પષ્ટ જોગવાઇ હોવા છતા અમારી જ્ઞાતિનાં લકોને અન્યાય થતો હોય તેથી બાબતે અમારા દરેક સમાજની લાગણી મુજબ અમારો પણ સમાવેશ થવો જોઈએ.

વિસાવદરમાં 1 ઓગસ્ટે પાટીદારો આવેદન આપશે

વિસાવદરતાલુકાનાં પાટીદાર સમાજ દ્વારા આગામી તા.1/8નાં રોજ ઓબીસીમાં ભેળવી અનામતની માંગ કરતુ આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવવાનાં છે અંગે વિસાવદર તાલુકાના પાટીદાર સમાજનાં અગ્રણી ફુલાભાઇ કોટડીયા, પંકજભાઇ અને જમનભાઇએ રેલી કાઢવા મંજૂરી માંગી છે. અને મંજૂરીપત્રમાં વધુમાં જણાવ્યા મુજબ મંજૂરી મળે કે મળે રેલી નિકળશે તેવી ગર્ભીત ધમકી આપી છે. જેનાં જાંબુડીનાં સરપંચ લાલભાઇ કોટડીયા પણ જોડાયા હતા.

વેપાર ધંધા સાથે સંકળાયેલા સમાજ તરીકે ઓળખાતા લોહાણા સમાજમાં શિક્ષણ અંગે ઉત્સુકતા વધતા છેલ્લા વીસ વર્ષમાં તાલાલા રઘુવંશી સમાજમાંથી 100થી વધુ છાત્રો સીએ બન્યા છે. ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી હોવા છતાં એક પણ વિદ્યાર્થી અનામતની કેટેગરીમાં હોવાનાં લીધે સરકારી નોકરી મેળવી શક્યા નથી પ્રાઇવેટ કંપની અથવા પોતાની ઓફિસ કરી ઉચ્ચ અભ્યાસ બાદ આગળ પોતાની મેળે કામ કરે છે.

આર્થિકસ્થિતીએ નબળા કર્મકાંડી બ્રહ્મ સમાજમાંથી અનામતની માંગ ઉઠી

તાલાલાતાલુકા બ્રહ્મ સમાજનાં અગ્રણી વિજયકુમાર સુખલાલ ઠાકરએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હિન્દુ સમાજમાં પૂજનીય ગણાતા બ્રહ્મસમાજ અનેક ક્ષેત્રે પછાતપણાનો ભોગબની રહ્યો હોય ગુજરાતમાં બહોળી સંખ્યા ધરાવતો બ્રહ્મ સમાજ બાપદાદાની જમની જાયદાદ ધરાવતો નથી માત્ર કર્મકાંડ અને નાના-મોટા કામ કરી કુટુંબનું ભરણ પોષણ કરતો સમાજ હોય બ્રહ્મ સમાજની કૌટુંબીક સ્થિતી આવકનો સ્ત્રોક તેને મળતા લાભો વિગેરેનો તટસ્થ અભ્યાસ કરવામાં આવે તો હાલની સ્થિતીએ બ્રહ્મ સમાજને અનામતનો લાભ આપવો પડે તેવી સ્થિતી હોય બ્રહ્મ સમાજને અનામત આપવા સમાજનાં યુવાન આગેવાને માંગ કરી છે.

તાલાલા રઘુવંશી સમાજમાંથી 100થી વધુ સીએ થયા છે

પાટીદાર સમાજનો પડઘો પડ્યો : સરકારની ભેદભાવભરી નિતીથી ત્રસ્ત સોની સમાજ પણ જોડાયો

અન્ય સમાચારો પણ છે...