તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંગોદ્રા(ગીર) ગામે ડફેર શખ્સ પાસેથી જામગરી બંદુક ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાતાલુકાનાં સાંગોદ્રા ગામે નાઇટ પેટ્રોલીંગ માં રહેલ ગીર સોમનાથ એસ.ઓ.જી ટીમએ શંકાસ્પદ જણાતા ડફેર શખ્સને દેશી જામગીરી બંદુક સાથે ઝડપી લીધેલ હતો. તાલાલા તાલુકામાં નાઇટ પેટ્રોલીંગમાં રહેલ ગીર-સોમનાથ જિલ્લા એસ.ઓ.જી પીએસઆઇ આર.એમ.ચૌહાણ એે.એસ.આઇ પી.પી.રામાણી, હેડ.કો. ચીમન સોંદરવા, શૈલેષ રાઠોડ, નરવાનસિંહ ગોહિલ, નારણભાઇ ચાવડા, સહીતની ટીમ તાલાલા-મેંદરડા તાલુકાની બોર્ડરના ગામ સાંગોદ્રા તરફ જતા હતા ત્યારે સાંગોદ્રા ગામનાં ડફેર શખ્સ ગુલામ હુસેન સુલેમાન જોવા મળતા પોલીસને જોઇ ભાગવા જઇ રહેલા ડફેરને એસઓજી ટીમે પકડી પાડતા તેનાં કબજા માંથી દેશી જામગીરી બંદુક મળી આવેલ પરવાના વગરની બંદુક સાથે ડફેર શખ્સની અટક કરી એસઓજી ટીમે તાલાલા પોલીસમાં ડફેર શખ્સ વિરુધ્ધ ગુનો નોંધાવી પોલીસને સોંપેલ ડફેર શખ્સ પાસેથી પકડાયેલી જામગીરી બંદુક સસલા-હરણ-ચિતલ જેવા વન્ય પ્રાણીઓનાં શિકાર કરવામાં ઉપયોગ ડફેર શખ્સ કરતો હોવાનું જાણવા મળેલ છે. }જીતેન્દ્ર માંડવીયા

અન્ય સમાચારો પણ છે...