તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલા પીજીવીસીએલએ ઉજાલા દિવસની ઉજવણી કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલામાંયોજાનાર 15 ઓગષ્ટન જિલ્લા કક્ષાની ઉજવણી કાર્ય સંબંધિત વિભાગો દ્વારા ઉજવણી શરૂ કરવામાં આવેલ તાલાલા પીજીવીસીએલ દ્વારા આજે ઉજાલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાલાલા પીજીવીસીએલનાં નાયબ કાર્યપાલક ઇજનેર ધવલ પરમાર આસીસ્ટન્ટ ઇજનેર મેઘનાથી ચૌધરી સહિતનાં અધિકારીઓએ તાલાલા પટેલ કેળવણી મંડળ સંચાલીત નવજીવન હાઇસ્કુલમાં વિદ્યાર્તીઓ સાથે ઉજાલા દિવસની ઉજવણી કરી હતી. હાઇસ્કુલનાં સંચાલક મીથુનભાઇ મકવાણાએ વીજ વિભાગનાં અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. નાયબ ઇજનેર ધવલ પરમાર અને વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં વિજબચત થકી રાષ્ટ્રનિર્માણમાં સહયોગી બનવા અપીલ કરી હતી. આસીસ્ટન્ટ ઇજનેર મેઘનાથીએ સરકારની રાહતદરની ઉજવલા યોજના હેઠળ મળતા એલઇડી બલ્બથી વિજ બચત થતી હોય તે યોજનાનો લાભ વિદ્યાર્થીઓનાં પરીવાર મેળવે તેવું સુચન કરેલ. ઇજનેર ચૌધરીએ બાળકોનાં પરીવાર મેળવે તેવું સુચન કરેલ ઇજનેર ચૌધરીએ બાળક ઘરમાં લાઇટ-પંખા ચાલુ રાખી દેતા હોય તે અંગે જાગૃત બનવા અપીલ કરી હતી. પીજીવીસીએલ કચેરીનાં ધડુકભાઇ, નંદાણીયાભાઇ સહિતનાં સ્ટાફે ઉજાલા દિવસની ઉજવણી સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

બાળકોને વીજ બચતની જાણકારી અપાઇ. તસ્વીર- જીતેન્દ્ર માંડવીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો