• Gujarati News
  • આંકોલવાડીમાં વીજ કરંટથી વીજકર્મચારી મોતને ભેટ્યો

આંકોલવાડીમાં વીજ કરંટથી વીજકર્મચારી મોતને ભેટ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકોલવાડી(ગીર) સબ ડિવીઝન વીજ કચેરીમાં ફરજ બજાવતા સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડીનાં વતની વીજકર્મી અાજે સાંજનાં સુમારે હડમતીયા એજી વિભાગમાં ફોલ્ટ હોય 11 કેવી લાઇનમાં ફોલ્ટ રીપેર કરવા ટ્રાન્સફોર્મર ઉપર ચડેલા વીજકર્મીને ત્યારે વીજશોક લાગતા ટ્રાન્સફોર્મર ઉપરથી નીચે ફંગોળાઇ પટકાતા તાલાલા સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ ઉપરનાં તબીબે તેમને મૃત જાહેર કરતા વીજ વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

હિતેષભાઇ દયારામ ચૌહાણ (ઉવ.30) આજે સાંજનાં સુમારે 11 કેવી હડમતીયા એ.જી.ફીડરમાં ફોલ્ટ હોય હડમતીયા રોડ ઉપર આવેલ ટ્રાન્સફોર્મર ઉપર ચડી 11 કેવીમાં ફોલ્ટ રીપેર કરી રહ્યા હતા. તે દરમ્યાન ભારે વીજશોક લાગતા વીજકર્મી નીચે પટકાયેલ ગંભીર રીતે ઇજા પામેલા વીજકર્મીને સારવાર માટે તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ ઉપરનાં તબીબ ડો.કોડીયાતરે તેમને મૃત જાહેર કર્યા હતા.

રીપેરીંગ વખતે વીજ પ્રવાહ શરૂ થયો ?

વીજશોકથીમરણજનાર વીજકર્મી હિતેષ ચૌહાણ ફોલ્ટ રીપેર કરવા ગયા ત્યારે લાઇન કલીયર લઇ વીજપુરવઠો બંધ કરાવ્યો હતો કે કેમ ? 11 કેવી લાઇનમાં રીપેરીંગ વખતે મોટાભાગે વીજકર્મીઓ વીજપુરવઠો બંધ કરાવી રીપેરીંગ કરતા હોય છે.

{11 કેવી લાઈનમાં ફોલ્ટ રીપેર કરતા બની ઘટના

અપમૃત્યુ| ટ્રાન્સફોર્મર પરથી નીચે પટકાયા