તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Talala
 • તાલાલા બંધ દરમિયાન પથ્થરમારો થતાં વેપારી આલમમાં ભારે રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલા બંધ દરમિયાન પથ્થરમારો થતાં વેપારી આલમમાં ભારે રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલાશહેર બંધનું એલાન દલિત સમાજ દ્વારા અપાયા બાદ શહેર સંપૂર્ણ બંધ રહે તે માટે તાલાલા ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી આલમને સહકાર આપવા દલીત સમાજ દ્વારા પત્રિકા છપાવી જાહેર અનુરોધ કરાયેલ તે અપીલને માન આપી મોટા સમઢીયાળામાં ગામની ઘટનાને વખોડી તાલાલાની વેપારી આલમએ સવારથી સજ્જડબંધ પાડેલ છતાં બંધ દરમિયાન ટોળાએ અમુક સ્થળોએ પથ્થરમારો કરી તંગદીલી ઉભી કરતા તાલાલાની વેપારી આલમ સાથે લોકોમાં ભારે નારાજગી પ્રસરી હતી.

તાલાલા શહેર આજ સવારથી સંપૂર્ણ બંધ રહેલ દલીત સમાજનાં લોકો શાકમાર્કેટ પાસે સવારે ડો.આંબેડકરની પ્રતિમા પાસે અકઠા થયેલ રોડ ઉપર બેસી જઇ વાહન વ્યવહાર ઠપ્પ કરતાં પોલીસે વાહનો અન્ય માર્ગ ઉપર ડાઇવર્ટ કરાવેલ બાદ સરકાર પટેલ ચોક અનેગીરીનામાચોક સુધી દલીત સમાજની રેલી, ફરેલ આગેવાનોએ મોટી સમઢીયાળાની ઘટનાને વખોડી દલીત પરીવાર ઉપર થયેલ અત્યાચાર સામે ન્યાયની માંગણી કરેલ રેલીમાંથી અમુક યુવાનોનું ટોલું ગુંદરણ રોડ ઉપર આવેલ બ્યુટી પાર્લર ખુલ્લુ જોતા પથ્થરમારો કરેલ અને કાચ તોડી નાખેલ સરદારચોકમાં પણ ટોળામાંથી અમુક તત્વોએ પથ્થરમારો કરી એક હોસ્પિટલનાં કાચ ફોડેલ અને તાલાલાનાં સીનીયર એડવોકેટ અને નોટરી જે.એન.પટેલએ દિવાબતી કરવા ઓફિસનું અડધું શટર ખોલ્યું હોય ત્યાં પથ્થરમારો કરેલ ગુંદરવા રોડ ઉપર એક દધ ભરેલા ટેમ્પાનાં કાચ ફોડી નાખેલ ઉપરાંત પણ પથ્થરમારાની ઘટના બનતા લોકોમાં ભારે નારાજગી પ્રસરી ગઇ હતી. બંધ દરમિયાન અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે માટે ત્રણ પીએસઆઇ ચાલીસ પોલીસ કર્મી, પાંચ એસઆરપી જવાનો સતત પેટ્રોલીંગ કરતા રહેલ તાલાલા શહેરનાં આગેવાનો પણ દલીત સમાજનાં આગેવાનો સાથે સતત સંપર્કમાં રહી શાંતિપૂર્ણ કાર્યક્રમ પુરો થાય તે માટે દોડધામ કરતા હતા. છતાં ટોળામાંથી અમુક તત્વોએ પથ્થરમારો કરતા તાલાલા પંથકનાં દલીત સમાજનાં બુદ્ધીજીવી આગેવાનો અને અન્ય સમાજનાં આગેવાનોએ ખચકાટ અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો