Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાલાલા અને માળિયા પંથકમાં 3.1 નો ભૂકંપ
તાલાલાસહિત સમગ્ર ગીર પંથકમાં ગુરુવારે સાંજે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત બની ગયા હતાં. આંચકાની અસર 3 સેકન્ડ રહેલ અને કોઇ નુકસાની થઇ હતી. તાલાલા સહિત ગીર પંથક અને માળિયા પંથકમાં ગુરુવારે સાંજે 6.30 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવેલ જેનું એપી સેન્ટર તાલાલાથી 9 કિમી દૂર હરીપુરનાં જંગલ વિસ્તારમાં નોંધાયેલ. જમીનથી 6 કીમી ઉંડુ ભૂકંપનું ઉદભવન હતું પરંતુ આંચકો માત્ર 3 સેકન્ડ રહ્યો હતો. ...અનુસંધાન પાનાં નં.17
લોકોને માત્ર અવાજની અનુભુતિ થયેલ હતી. ભુકંપની અસર તાલાલા પંથક ઉપરાંત માળિયાહાટીનાનાં ગ્રામ્ય વિસ્તારો સુધી થઇ હતી. મેંદરડામાં પણ સામાન્ય અસર જોવા મળી હતી.
માળિયાનાંજલંધરમાં નાસભાગ મચી
માળિયાનાંજલંધર ગામમાં ભુકંપનો જોરદાર આંચકો અનુભવાયેલ અને અભેરાઇ અને પાણીયારામાં રહેલ વાસણો નીચે પડી ગયા હતાં. લોકો ભયના માર્યા ઘરની બહાર નિકળી ગયા હતાં.