તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલા હોસ્પિ.માં દવા ખૂટી : દેકારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલાતાલુકાનાં સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી જરૂરી દવાઓનો જથ્થો ખાલી થઇ ગયો છે અને તંત્ર દ્વારા કોઇ તકેદારી લેવામાં આવતી નથી અને સારવાર લેવા આવતા દર્દીઓને પણ દવાઓ મળતી હોવાની રાવ કરવામાં આવી છે અને આર્થિક રીતે નબળા દર્દીઓને બજારમાંથી દવાઓની ખરીદી કરવી પડતી હોય જેથી તાકીદે હોસ્પીટલમાં દવાનો જથ્થો પુરો પાડવામાં આવે છે તે માટે ભાજપનાં ઉપપ્રમુખ અશોક જોષીએ આરોગ્ય વિભાગને રજુઆત કરી છે. સરકાર દ્વારા આરોગ્યલક્ષી અનેક યોજનાઓ બનાવીને લોકોને મફતમાં સારવાર મળી રહે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. પરંતુ તેમાં કયાંક ને કયાંક ઉણપ જોવા મળી રહી છે અને હોસ્પીટલોમાં પુરતો દવાનો જથ્થો પણ રાખવામાં આવતા લોકોમાં પણ નારાજગી પ્રવર્તી છે.

તાલાલામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આશરે 800 જેટલા ડાયાબિટીશનાં દર્દીઓ નિયમીત દવાઓ લેવા માટે આવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમને દવાઓ મળતી હોવાથી ઉંચા ભાવે મેડીકલ સ્ટોરમાંથી ખરીદવાની ફરજ પડે છે. અંગે યોગ્ય કરવા માંગ કરી છે.

ડાયાબિટીશનાં 800 દર્દીઓ દવાથી વંચીત

3 મહિનાથી દવાઓનો સ્ટોક ખાલી હોવા છતા આરોગ્ય તંત્ર બન્યું છે બેધ્યાન : દર્દીઓને બહારથી ખરીદવી પડે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો