તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Talala
 • આંકોલવાડીમાં સરકારી જમીન પર પેશકદમી કરી બાંધકામ શરૂ કરી દીધું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંકોલવાડીમાં સરકારી જમીન પર પેશકદમી કરી બાંધકામ શરૂ કરી દીધું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલાતાલુકાનાં આંકોલવાડી ગામે ચાર ચોક મુખ્ય વિસ્તારમાં આવેલ સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી બાંધકામ થતું હોવાની ગામનાં યુવાનની લેખિત રજૂઆતને પગલે તાલાલા મામલતદારે નોટીસ ઇસ્યુ કરી બાંધકામ અટકાવવા હુકમ કરેલ. પરંતુ હુકમનો ઉલાળીયો કરી બાંધકામ ચાલુ રખાતા ચકચાર પ્રસરી છે. આંકોલવાડીનાં યુવાન નરેન્દ્ર કાછડીયાએ મામલતદારને કરેલી રજૂઆતમાં જણાવેલ કે ચાર ચોક મેઇન વિસ્તારમાં જગાભાઇ ગંગદાસભાઇ વઘાસીયા વગેરે પેશકદમી કરી સરકારી જમીનમાં બાંધકામ કરતા હોય તાકીદે અટકાવવામાં આવે. અગાઉ દસ વર્ષ પહેલા પણ આજ દબાણકારોએ સરકારી જમીન પર પેશકદમી કરેલ જેનો ગ્રામજનોએ વિરોધ કરતા જે તે વખતે બાંધકામ અટકાવી દીધેલ બાદ ડીઆઇએલઆર દ્વારા જમીનની માપણી કરવામાં આવતા ડીઆઇએલઆરએ જિલ્લા કલેકટરને જમીન (વાડા)ની જગ્યા ગેરકાયદેસર હોવાનો રીપોર્ટ કરેલ તેનાં આધારે ગેરકાયદેસર કરેલ વાડાનો કબજો ટીડીઓનાં હુકમથી રદ કરવામાં આવ્યો હોવાની જાણ હોય યુવાને બાંધકામ અટકાવવા તાલાલા મામલતદાર સમક્ષ રજૂઆત કરતા મામલતદારે તાકીદે બાંધકામ બંધ કરી જમીનનાં કોઇ માલીકી હક હોય તો રજુ કરવા નોટીસ તલાટીમંત્રી મારફત આપેલ. પરંતુ પેશકદમીકારો તાલાલા મામલતદારનાં આદેશને ઘોળી પી ગયા અને બાંધકામ ચાલુ રાખતા આંકોલવાડીમાં ચકચાર વ્યાપી ગઇ છે. આંકોલવાડી ગામમાં જમીનને લઇ અવનવી ચર્ચા ચાલી રહી છે.

ગેરકાયદેસર કબજો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો