તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલા હોસ્પિટલમાં દવાનો જથ્થો ખાલી : દર્દીઓમાં દેકારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલાતાલુકાનાં મુખ્ય સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. પરંતુ કેન્દ્રમાં દવાનો જથ્થો ખાલી થઇ જતાં નાછુટકે બહારનાં મેડીકલ સ્ટોરમાંથી ઓછા નાણાં ચુકવીને દવાઓની ખરીદી કરવી પડી રહી છે. જેથી અંગે યોગ્ય કરવા માંગ ઉઠવા પામી છે.

તાલાલા તાલુકાનાં મુખ્ય સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી જરૂરી દવાઓનો જથ્થો ખાલી થઇ ગયો છે અને તંત્ર દ્વારા કોઇ તકેદારી લેવામાં આવતી નથી અને સારવાર લેવા આવતા દર્દીઓને પણ દવાઓ મળતી હોવાની રાવ કરવામાં આવી છે અને આર્થિક રીતે નબળા દર્દીઓને બજારમાંથી દવાઓની ખરીદી કરવી પડતી હોય જેથી તાકીદે હોસ્પીટલમાં દવાનો જથ્થો પુરો પાડવામાં આવે છે તે માટે ભાજપનાં ઉપપ્રમુખ અશોક જોષીએ આરોગ્ય વિભાગને રજુઆત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આરોગ્યલક્ષી અનેક યોજનાઓ બનાવીને લોકોને મફતમાં સારવાર મળી રહે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. પરંતુ તેમાં કયાંક ને કયાંક ઉણપ જોવા મળી રહી છે અને હોસ્પીટલોમાં પુરતો દવાનો જથ્થો પણ રાખવામાં આવતા લોકોમાં પણ નારાજગી પ્રવર્તી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો