તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલાનાં સુંડલાવાળામાં સફાઇની બેદરકારી સામે રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલાનગર પાલિકા દ્વારા શહેરનાં સુંડલાવાળા વિસ્તારમાં સફાઇ અને કચરો ઉપાડવાનું કામ બેદરકારી ભર્યું રહેતુ હોય સ્થાનીક રહીશોમાંથી રોષ ઉઠયો છે. પાલિકામાં સફાઇ મુદે રજુઆત કરતા કર્મચારીઓ વેરો ભર્યો છે. તેવા સવાલો કરતા પાલિકા પ્રમુખને રજુઆત કરવામાં આવી હતી.

તાલાલા સુંડલાવાળા વિસ્તારમાં રહેતા ડાયાભાઇ કરશનભાઇ વાળાએ વિસ્તારમાં સમયસર કચરો ઉપડતો હોય ગંદકી થવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોય. લોકોનાં આરોગ્ય ઉપર જોખમ થવા લાગેલ તેનાથી તાલાલ નગર પાલિકામાં રૂબરૂ રજુઆત કરતા સફાઇ કર્મચારીનાં સુપરવાઇઝરએ તમે વેરો ભર્યો છેω વેરો ભર્યો પછી સફાઇનું કહેજો તેમ કહેતા ડાયાભાઇ વાજાએ અંગે પાલિકાનાં પ્રમુખ અર્ચનાબેન ડોબરીયાને રજુઆત કરી હતી અને ચીફ ઓફીસરને લેખીત પત્રથી તાકીદે સુંડલાવાળા શેરીમાં સફાઇ કામગીરી યોગ્ય રીતે કરાવવા માંગ કરી હતી. અત્રે નોંધનીય છે કે, પાલિકાની આળસનાં કારણે અને વરસાદ બાદ કીચડ થવાનાં કારણે ગંદકી વધતા રોગચાળાનો ભય રહે છે.

સફાઇ માટે દોડતા વાહનો અને ખર્ચની વિગત મંગાઇ

તાલાલાપાલિકામાં ડાયાભાઇએ વાજાએ માહીતી અધિકાર હેઠળ પાલિકા દ્વારા શહેરમાં સફાઇ માટે કેટલા વાહનો વપરાય છે અને તેમાં ડીઝલ સહીતનો કેટલો ખર્ચ પાલિકા ચુકવે છે. તેની વિગતો માંગવામાં આવી છે.

નગરપાલિકામાં રજુઆત કરતા કાર્યવાહીને બદલે વેરાની ઉઘરાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો