તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુંદરણ, માધુપુર, વિરપુરમાં સીમ ચોરીથી ખેડુતો પરેશાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલાતાલુકાનાં ગુંદરણ, માધુપુર, વીરપુર ગામની સીમોનાં ખેતરોમાં કેબલ ચોરી કરતા તસ્કરોએ માજા મુકતા ખેડુતો ભારે પરેશાન થઇ ગયા છે. ગુંદરણ, માધુપુરની સીમમાં ગઇકાલે શંકાસ્પદ જણાતા શખ્સને પકડી ખેડુતોએ પોલીસને સોંપેલ હતો.

તાલાલાનાં માધુપુર, ગુંદરણ, વીરપુર ગામની સીમોમાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરોએ માઝા મુકી છે. ગુંદરણ, માધુપુર ગામની સીમોમાં છેલ્લા બે દિવસમાં દસથી વધુ ખેડુતોની સર્વિસ ચોરાઇ જવાની ઘટના બનતા ખેડુતોમા઼ ભારે રોષ્ વ્યાપી ગયો છે.

બુધવારે ગુંદરણની સીમમાં શંકાસ્પદ ફરતા એક શખ્સને ખેડુતોએ ઝડપી લઇ તાલાલા પોલીસને હવાલે કરેલ સીમ ચોરીમાં કેટલા શખ્સોની ટોળકી સંડોવાયેલી છે તે અંગે તાલાલ પોલીસ તાકીદે તપાસ કરી સર્વિસ ચોર ટોળકીને પકડી પાડે તેવી ખેડુતોમાંથી માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેતરોમાં કેબલ ચોરી કરતા તસ્કરોએ માજા મુકતા ખેડુતો ભારે પરેશાન થઇ ગયા છે.

ભંગારનાં ડેલાઓમાં તપાસ જરૂરી

ગુંદરણગામનાં ખેડૂત દેવશીભાઇ ચાંડેરાએ જણાવેલ કે તસ્કરોને પકડવા સીમમાં ગુપ્ત સ્થળોએ સી.સી.ટી.વી કેમેરા લગાવ્યા છે. પોલીસ ભંગારનાં ડેલાઓમાં તપાસ હાથ ધરે તો સર્વિસ ચોર ટોળકીનું પગેરૂ મળી શકે તેવી રજુઆતો ખેડુતોએ કરી છે.

ત્રણેય ગામનાં વાડી વિસ્તારોમાં એક રાતમાં દસ ખેડુતોની સર્વિસ ચોરી થવાથી ઉહાપોહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો