તાલાલા પાસે રીક્ષાએ બાઇકને હડફેટે લેતા પ્રૌઢનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલા પાસે રીક્ષાએ બાઇકને હડફેટે લેતા પ્રૌઢનું મોત

ક્રાઇમરીપોર્ટર. તાલાલા

રમળેચી-ચીત્રાવડગામ વચ્ચે ગુરૂવારે સાંજનાં સુમારે રીક્ષા અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક ચીગવડનાં પૌઢનું ઘટના સ્થળે મોત થયું હતું. તાલાલાથી ચીત્રાવડ તરફ જતી છકડો રીક્ષા નં.જી.જે.11ડબલ્યું9134નો ચાલક સુરેશ દેવા કાથડ પુર ઝડપે જઇ રહ્યો હતો. ત્યારે રમળેચી ગામ પછી સામેથી મોટર સાઇકલ ઉપર આવતા ચીત્રાવડ ગામનાં હુશેન જેઠાનાં બાઇક સાથે રીક્ષા ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ હુશેનભાઇને માથા અને મોઢાનાં ભાગે ગંભીર ઇજા થતાં મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...