• Gujarati News
  • ભાવનગર : તળાજાવિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર પ્રસારના પડઘમ શાંત થતા

ભાવનગર : તળાજાવિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર પ્રસારના પડઘમ શાંત થતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : તળાજાવિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર પ્રસારના પડઘમ શાંત થતા ચાર દિવાલ વચ્ચેની બેઠકોના દોર શરૂ થઇ ગયા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધા જંગ સાથે જનતા દળ (યુ)નો ઉમેદવાર કેટલા મત લેશે ? અને કોના કેટલા તોડશે ? તેની પર રાજકીય પંડિતો પણ નક્કી કરી શકતા નથી. જો કે, જનતાદળ (યુ)નાં ઉમેદવાર કોના મત તોડશે ? રાજકિય વર્તુળોમાં અંગે ભારે વિટંબણા છે અને ગ્રુપ મીટિંગો શરૂ થઇ ગઇ છે. તળાજા વિધાનસભાની આગામી તા.13મીના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. પેટા ચૂંટણી અને આયતી ઉમેદવારોને કારણે પ્રજા અને કાર્યકરોમાં નિરૂત્સાહનું વાતાવરણ હતુ. પરંતુ ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ છેલ્લા બે - ચાર દિવસમાં પ્રચારાર્થે તળાજામાં આવ્યા બાદ કાર્યકરો દોડતા થયા છે.

તળાજામાં ચૂંટણી પડઘમ શાંત