તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોઘામાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો, શહેરમાં ઝાપટા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર 19 જુલાઇ

અષાઢમાસ આજે બરાબર અડધો પૂર્ણ થયો છે ત્યારે હજી પણ ભાવનગર જિલ્લામાં અષાઢી મેહુલીયાનો અસલ રંગ જોવા મળ્યો નથી. આજે એક માત્ર ઘોઘામાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે વલ્લભીપુર, ભાવનગર શહેર અને તળાજામાં હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા.

અષાઢી માહોલ તો જામ્યો છે પણ મેહુલીયો તેના અસલ રંગમાં હજી આવ્યો નથી. માત્ર શ્રાવણી સરવડાની જેમ વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં ઘોઘામાં આજે બપોરના સમયે બરાબર વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ આવી ચડ્યા બાદ 13 મી.મી. વરસી જતા થોડી ઠંડક પ્રસરી વળી હતી. આજના વરસાદ સાથે ઘોઘામાં સિઝનનો કુલ વરસાદ 130 મી.મી.ના આંકને આંબી ગયો છે.

શહેરમાં આજે પણ સતત ત્રીજા દીવસે બપોરના સમયે ઘટાટોપ વાદળો સાથે અષાઢી માહોલ જામ્યો હતો પણ આખરે માત્ર 2 મી.મી. વરસાદથી નગરજનોને સંતોષ માની લેવો પડ્યો હતો. આવું વાતાવરણ તળાજામાં હતું અને ત્યાં પણ માત્ર 4 મી.મી. વરસાદ વરસ્યો હતો. વલ્લભીપુરમાં બપોરના સમયે 6 મી.મી. વરસાદ હળવા ભારે જાપટા સાથે વરસી ગયો હતો. જ્યારે જિલ્લામાં અન્ય વિસ્તારોમાં ભર અષાઢે મેઘવિરામ રહ્યો હતો.

સિઝનનો કુલ વરસાદ 30 ટકા

જિલ્લામાંવરસાદ 173.5 મી.મી.થયો છે. વરસાદની વાર્ષિક સરેરાશ 573 મી.મી. છે તેથી 30.28 ટકા વરસાદ વરસી ગયો છે.

મોન્સૂન ફાઇલ...

તળાજા, વલ્લભીપુર સહિતના તાલુકામાં ઝરમર વરસાદ

મોસમ હલચલ | અષાઢ પૂરો થવા આવ્યો, માહોલ જામતો નથી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો