તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરી પ્રાથમિક શાળામાં કથળતા શિક્ષણ અંગે રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | 17 સપ્ટેમ્બર

તળાજાનાપાદરી (ગો) ગામની પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફની બેદરકારી અને અનિયમિતતાને કારણે શાળાના બાળકોનુ શિક્ષણ કથળી રહ્યુ હોવાની ફરીયાદ તાજેતરમાં થયેલ છે. બાબતે ગ્રામજનોને સાથે રાખી જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ બીઆરસી તળાજાને કરેલ લેખીત રજુઆતમાં શાળાએ શિક્ષકો અનિયમિત અને મનમાની રીતે આવે છે. પાયાનુ ઘડતર બગડે તે માટે બાળકોના હિતમાં પગલા નહિ લેવાય તો જરૂર પડે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ફરજ પડશે તેવી રજુઆત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...