તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિપ બ્રેકર ગર્ગ દંપતી સામે વધુ એક ચીટિંગની પોલીસ ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર| ભાવનગર | 26 નવેમ્બર

શહેરનાવાઘાવાડી રોડ પર �ઓફીસ ધરાવતા અને અલંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી મહેન્દ્રભાઇ આંબાલાલભાઇ રાણાએ એ.ડીવીઝન પોલીસ મથકમાં એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવેલ છે કે તે�ઓ અલંગમા મેટલ ટ્રેડીંગ નો વ્યવસાય છેલ્લા 20 વર્ષથી કરે છે. તેમની કંપનીમા ભાગીદાર તરીકે તેમના પત્ની ઉર્મીલાબેન છે.

તા.31/8/2013માં મેસર્સ પ્યોર એન્ટર પ્રાઇઝ પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર કવીતા સુરેન્દ્રભાઇ ગર્ગ તથા રાહુલ ગર્ગ અને સુરેન્દ્ર ક્રીષ્ના સ્વરુપ ગર્ગ કે જે ભાવનગરમાં હીલડ્રાઇવ વિસ્તારમા રહેતા હતા અને ત્યા �ઓફીસ ચલાવતા હતા.જેમણે જે તે વખતે રૂ.38 કરોડનું લેણુ઼ થઇ જતા દેવાના ચુકવણા બાબતે તકરારો થયેલી.જેના નીવારણ માટે પ્રથમ લવાદ પંચ તરીકેજીવરાભાઇ આર.મોણપરા,વિષ્ણુ ભગવાનભાઇ તાયલ,ભુપતરાય માવજીભાઇ શાહ,જયંતભાઇ વનાણી અને વીનુભાઇ જે.પટેલ ની નીમણુક તા.31/8/2013ના રોજ રૂ.100/-ના સ્ટેમ્પ પેપર પર નોટરી રુબરૂમાં એગ્રીમેન્ટ થયેલ.અને તે એગ્રીમેન્ટ મુજબની મીલ્કતો વેચવા માટે અધીકૃત કરવામાં આવેલ અને વેચાણની રકમમાંથી લેણદારોને રુપીયા ચુકવવાના હતા. જેથી ફરી પ્રશ્નના સમાધાન માટે કલેકટરની દખલગીરીથી થત તા.24/1/2014ના રોજ નવા પંચ તરીકે જીવરાજભાઇ રામજીભાઇ મોણપરા,કોમલકા઼ત ફકીરચંદ શર્મા,જયંતભાઇ નાનાલાલ વનાણી,ભુપતરાય માવજીભાઇ શાહની નીમણુંક થયેલ. અલંગ ખાતે પ્લોટ નં.73 માં આવેલ પ્યોર એન્ટર પ્રાઇઝ પ્રા.લી.જે સુરેન્દ્ર ગર્ગ પાસે હતો.તે પંચે એચ.કે.સ્ટીલ એલીઇઝના માલીક હસન અસલમ કલીવાલા ને આપવામાં આવેલ.તે વખતે પ્લોટની માલીકી જીએમબીની છે.તેથી તે પ્લોટ ટ્રાન્સફરને પાત્ર હતો.તા.13/6/2014ના એમ�ઓયુ મુજબ પંચોએ હસનભાઇ પાસે ઉઘરાણી કરતા તે�ઓ રકમ દેવામા અસમર્થ હોય જેથી બાબતે શીપ રીસાયકલીંગ એસો. તથા પંચ દ્વારા મહેન્દ્રભાઇ રાણાને ગત તા.7/10/2014ના રોજ રાહુલ ગર્ગ વતી તા.15/7/2014ના રોજ એસોસીએશનની �”ફીસમાં પંચીની રૂબરૂમા઼ જીએમબી નવી પોલીસી તૈયાર કરે ત્યારે લીઝ તે�ઓને ટ્રાન્સફર કરી આપવાની ખાત્રી સાથે વેપારીએ રૂ.1,11,00,000/- રોકડા પંચોને અાપેલ.અને જયારે જરૂર પડશે ત્યારે હસનભાઇ તથા ગર્ગ પરીવાર તે�ઓને સહકાર આપશે તેવી પંચે ખાત્રી આપેલ.અને પછી તે�ઓએ પ્લોટ નો કબ્જો સ઼ભાળેલ. ત્યાર બાદ જરુરી દસ્તાવેજોમા સહી�ઓ કરાવવા માટે મહેન્દ્રભાઇ અનેક વાર ગર્ગ પરિવાર પાસે મુ઼બઇ ગયા પર઼તુ તે�ઓએ સહી કરવાની ઘસીને ના પાડી દીધેલ.આમ ઉપરોકત ગર્ગ પરીવારે પોતાન સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કર્યાની આજરોજ મહેન્દ્રભાઇ આંબાલાલ રાણાએ એ.ડીવીજન પોલીસ મથકમા લેખીતમાં ફરિયાદ નોંધાવેલ છે.

વેપારીએ રૂ.1,11 કરોડ ઉપરાંત જીએમબીમાં રૂ.45 લાખ ભર્યા છતા પ્લોટ તેના નામે કરવામાં ગર્ગ પરિવારે ભણ્યો નનૈયો

ચકચાર | વધુ એક અગ્રણીએ કરી પોલીસમાં ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...