• Gujarati News
  • ભાવનગર. 9 સપ્ટેમ્બર તળાજાિવધાનસભાની પેટા ચૂંટણીને આડે માત્ર ત્રણ ચાર દિવસ બાકી છે ત્યારે ભાવનગ

ભાવનગર. 9 સપ્ટેમ્બર તળાજાિવધાનસભાની પેટા ચૂંટણીને આડે માત્ર ત્રણ-ચાર દિવસ બાકી છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાંથી રાજકીય પક્ષોના હોદ્દેદારો તેમજ ચંૂટાયેલા સભ્યોના તળાજામાં ખડકલા થતા...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોવા છતાં રાજકીય પક્ષોમાં ઉજમનો અભાવ વર્તાંઇ રહ્યો છે. કોંગ્રેસ હોય કે ભાજપના રાજ્ય કક્ષાના આગેવાનો તળાજામાં આવે ત્યારે તેઓને દેખાડવા માટે સ્થાનિક આગેવાન રસ દાખવતા હોવા સાથે કોંગ્રેસમાં શહેર અને જિલ્લાના આગેવાનો વચ્ચે શિયાળ તાણે સીમ ભણી અને કૂતરૂં તાણે ગામ ભણી જેવો ઘાટ ઘડાઇ રહ્યો હોવાનો કાર્યકરોમાં કચવાટ ફેલાયો છે. પરંતુ છેલ્લાં બે દિવસથી પ્રદેશના અગ્રણીઓની ઉપસ્થિતિને કારણે જિલ્લાભરના આગેવાનો તળાજામાં આવી પહોંચ્યા છે.
ભાવનગરના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ પણ પ્રચારાર્થે તળાજામાં હોવાથી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ સભ્યોની પાંખી હાજરી રહે છે. જેથી તંત્રવાહકોએ િનરાંતનો દમ લીધો છે. પરંતુ તંત્રના બહેરા કાને નહીં અથડાતા પ્રશ્નો માટે પ્રજાના પ્રતિનિધિઓના અભાવે અરજદારો પણ વીલા મોઢે પરત ફરે છે.
ભાવનગરની પ્રજાનાં પ્રશ્નોનાં ઉકેલ લાવ્યા બાદ તળાજા ખાતે ચૂંટણી પ્રચારમાં જવું જોઇએ તેવી લોકલાગણી છે.
તળાજા ચૂટણીમાં ચૂંટાયેલા સભ્યોના લાગ્યા ડેરા તંબુ
ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારોના પ્રચારાર્થે
કોર્પોરેશન અને િજલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની પાંખી હાજરીથી અરજદારોને ધક્કા