દરિયાઇ પટ્ટીના 19 ગામો પીવે છે દૂષિત પાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |15 સપ્ટેમ્બર

ભાવનગરિજલ્લાના ખાસ કરીને દરિયાઇ પટ્ટીના ગામોમાં લોકો દૂષિત પાણી પિવે છે. અહીં પાણી જન્ય રોગચાળો વકરવાની ભિતી સેવાઇ રહી છે. મામલે સંબિધિત તંત્ર વાહકોએ તાકિદે સર્વે કરીને દર અઠવાડિયે રિપોર્ટ કરવા તાકિદ કરવામાં આવી છે.

ભાવનગર િજલ્લામાં ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારો થઇ રહ્યો છે. હોસ્પિટલોમાં પાણી જન્ય રોગના દર્દીઓથી ખાટલાઓ ઉભરી રહ્યા છે. સર ટી. હોસ્પિટલમાં દૈનિક ધોરણે ઓપીડીમાં આવતા દર્દીઓમાં 80 ટકા દર્દીઓ ઝાડા ઉલ્ટીના આવી રહ્યા છે. તેમ સૂત્રોએ જણાવ્યંુ હતંુ. શહેરમાં સફાઇના ધાંધિયાના લીધે મચ્છરોનો ઉપદ્વવ પણ વધ્યો છે. કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતંુ હોવાની ફરિયાદ ઉઠી રહી છે. જેના લીધે લોકો બિમારીમાં સપડાઇ રહ્યા છે.

ઉપરાંત િજલ્લામાં તળાજાના ત્રાપજ તેમજ આસપાસના ગામોમાં રોગચાળો ફેલાયો છે. ઉપરાંત મહુવા શહેરમાં પણ પાણી જન્ય રોગચાળો હોવાનંુ બહાર આવ્યંુ છે. પથંકમાં ખાસ કરીને તલગાજરડા, નાવ માઢિયા, કતપર ગામોમાં ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાના કેસો હોવાનંુ બહાર આવ્યંુ છે. પાણીની લાઇનમાં દૂષિત પાણી ભળ્યંુની શંકા પણ સેવાઇ રહી છે.

ચોમાસાના લીધે વરસાદી પાણીનો નિકાલ નહીં થવાથી મચ્છરોનો પણ ઉપદ્વવ હોવાથી ...અનુસંધાનપાના નં.13તેમજપાણીની લાઇન સાથે બહારનંુ દૂષિત પાણી મિશ્રણ થઇ જવાથી રોગચાળાએ માથંુ ઉચંક્યંુ હોવાનંુ સૂત્રોએ જણાવ્યંુ હતંુ.

ટયૂબવેલનંુ પાણી પીવાતા વધુ અસર.....

^ભાવનગરજિલ્લાના દરિયા કિનારા ગામોમાં જ્યા પાણીના રિપોર્ટ શંકાસ્પદ આવ્યા છે. તેમાં મોટા ભાગે ટયૂબવેલનંુ પાણી પિવામાં આવતંુ હોવાથી રોગચાળો ફેલાતો હોવાનંુ જાણવા મળી રહ્યંુ છે. અહીં આરોગ્ય વિભાગે સમયાંતરે તપાસ કરીને રિપોર્ટ કરવા તાકિદ કરી છે મામલે તાજેતરમાં સંચારી રોગોની સર્વેલન્સ અને સંકલન સમિતીની બેઠક મળી હતી, તેમાં પાણી જન્ય તેમજ અન્ય રોગચાળાના નિયંત્રણ માટે એલર્ટ રહેવા તાકિદ કરી છે. >બંછાનિધીપાની, િજલ્લાકલેકટર, ભાવનગર

મહુવા શહેર, તલગાજરડા, કતપર, નવા માઢિયા ગામોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો

કવાયત| ત્રિમાસીક સંચારી રોગોની કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી સર્વેલન્સ બેઠક

અન્ય સમાચારો પણ છે...