• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • પુરતો વરસાદ છતાં તળાજા પંથકમાં ખેતી માટે પાણીની ગંભીર સમસ્યા

પુરતો વરસાદ છતાં તળાજા પંથકમાં ખેતી માટે પાણીની ગંભીર સમસ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | 15 સપ્ટેમ્બર

શ્રાવણભાદરવાના ચોમાસાના દિવસો લગભગ પુરા થયા છે. અને સરકારી ચોપડે તળાજા તાલુકામાં 102 ટકાથી વધુ વરસાદ પડી ગયો હોવાના દાવા વચ્ચે સફળ ખેતી વર્ષની દ્રષ્ટિએ તળાજા તાલુકામાં હાલની પાણીની સ્થિતિએ ફકત ખરીફ પાકને સાનુકુળતા દેખાઇ આવે છે. જયારે અત્યારની પાણીની સ્થિતિએ તળાજા તાલુકામાં આગામી શિયાળુ અને ઉનાળુ પાક માટે નેવાના પાણી મોભે ચડાવવ જેવી દશા ઉદભવે છે.

છેલ્લા ઘણા વર્ષથી શેત્રુંજી ડેમ પુરેપુરો ભરાઇ જતો હતો છતાં ઉનાળામાં ખેતી માટેના નહેર વાટેના પિયતમાં મુશ્કેલ સ્થિતિ પડતી હતી. જયારે અત્યારે શેત્રુંજી ડેમની કુલ 34 ફુટની છલક સપાટી સામે માત્ર 18 ફુટ જેટલુ પાણી હોવાના અહેવાલ વચ્ચે કૃષિ આધારિત અર્થતંત્ર ધરાવતા તળાજા તાલુકામાં આગામી દિવાળી પછી ખેતી માટે કપરા સંજોગો હશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

તાજેતરમાં ભાદરવા માસમાં તળાજામાં પડેલ છેલ્લા રાઉન્ડના ઠીક ઠીક વરસાદથી કેટલાક વિસ્તારમાં થોડા ઘણા અંશે જમીનના જળ સ્તરમાં ફાયદો છતાં શિયાળુ અને ઉનાળુ વાવેતરમાં તાલુકાના મોટાભાગની ખેતીને પિયતની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે તેવી સ્થિતિએ હાલ તો તળાજા તા.ના ધરતીપુત્રો મેઘરાજા શેત્રુંજીનો ડેમ છલકાવી દે તેવી આશાએ મીટ માંડીને બેઠા છે.

ડુંગળીના પાક માટે કટોકટીની સ્થિતિ

^ડુંગળીપાકના હબ ગણાતા તળાજા મહુવા વિસ્તારમાં ચાલુ સાલ ડુંગળીની કળી (કાંજી) માટેનુ ખુબ વાવેતર થયુ છે. જેના રોપા તૈયાર થયેલ હોવા છતાં રાજસ્થાની પરંપરાગત લેવાલ નથી. રૂ.150ની પડતર કાંદીનો 50થી 60 રૂપિયામાં માંગણી નથી. પાણી વિના તેની ફેરચોપણી પણ શકય નથી. ઉપરાંત મોટા પાયા પર રોપ માટેની ડુંગળીના ઘરૂવાડીયા ખેતરમાં તૈયાર થઇ ગયા છે. પરંતુ તેની માંગ નહિ નીકળે અને ફેરચોપણીમાં પિયત નહિ મળે તો ઉભો પાક ખેડી નાખવો પડે તેવી સ્થિતિમાં આપણા ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોની સ્થિતિ અસંમજસ ભરી છે. >શાંતિભાઇધાંધલ્યા, ચેરમેન,ગુજ. કો.ઓ. ઓનિ્યન ગ્રોઅર્સ ફેડરેશન

શિયાળુ-ઉનાળુ પાક માટે નેવાના પાણી મોભે જેવી દશા

કફોડી હાલત | શેત્રુંજી ડેમ અધુરો, કૂવા, જમીન તળમાં પાણી તળીએ

અન્ય સમાચારો પણ છે...