તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| ઉખરલાનિવાસી હાલ ભાવનગર કિરીટભાઇમોહનલાલ શાહ (વાઘાણી,ઉ.વ.61) તા.24ને શનિવારે સ્વર્ગવાસી થયેલ છે. તે સોનલબેનના પતિ, પિયુષ, આરતીબેન કૃણાલભાઇ સરવૈયા, તળાજાના પિતાશ્રી, સ્વ.રમાબેન રસીકલાલ શાહ (અમદાવાદ), સ્વ.મહેન્દ્રભાઇ, સુરેશભાઇ, જયશ્રીબેન ઘનશ્યામલાલ કોઠારી (હાલોલ), સ્વ.ઉપેન્દ્રભાઇના ભાઇ, પૂર્વિબેન પિયુષભાઇ શાહના સસરા, હસ્વીના દાદાજી, પરેશભાઇ, ભાવેશભાઇ, ઝરણાબેન પંકજકુમાર મહેતા થોરડી, કાર્તિકના કાકા, સ્વ.નગીનદાસ દ્વારકાદાસ વાઘાણી, સ્વ.ચંદુલાલ હિરાલાલ વાઘાણી, કનૈયાલાલ દ્વારકાદાસ વાઘાણીના પિતરાઇ ભાઇ, રાજેશભાઇ, હરીશભાઇ મોદી સુરતના બનેવીની સાદડી તા.26ને સોમવારે દશાશ્રીમાળી મેશ્રી વણિક જ્ઞાતિની વાડી, ઘોઘા ગેઇટ, ભાવનગર ખાતે સાંજે 4-30 થી 6-30 રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. લૌિકક વ્યવહાર બંધ રાખેલ છે.વાઘનગર| ભટ્ટકાન્તીલાલ શીવશંકર ના પત્ની દિનાબેન(ઉ.વ76)તે વૃજલાલના નાનાભાઇના પત્ની , સ્વ.જયંતીલાલ, સ્વ.જીતુભાઇ, ચુનીલાલ, મનસુખભાઇ, પ્રવિણભાઇ, સ્વ.ઉષાબેન હર્ષદરાય દેસાઇ (ટીમાણા), મંજુલાબેન જીતુભાઇ રાવળ (રાજપરા), પ્રભાબેન કિશોરકુમાર પંડયા (જસપરા), નયનાબેન રાજેશકુમાર દેસાઇ (ભાવનગર), કોકીલાબેન અરૂણકુમાર દેસાઇ (ઠળીયા), ગીતાબેન દિનેશકુમાર રાવળ (ભાવનગર)ના માતુશ્રી, વિશ્વનાથ ગીરીશંકર ભટ્ટ (ભંડારીયા)ના દિકરી, કનૈયાલાલના મોટાબહેન તા.24/9ને શનીવારે સ્વર્ગવાસ થયેલ છે. તેમની સાદડી તા.29/9ને ગુરૂવારે 2થી6 વાધનગર મુકામે તથા ઉત્તરક્રિયા તા.4/10ને મંગળવારે સવારે 10કલાકે રાખેલ છે.ભાવનગર| વલભીપુરનિવાસી હાલ ભાવનગર સ્વ.ગૌરીશંકર બધેકાના જયેષ્ઠપુત્ર મનસુખલાલ ગૌરીશંકર બધેકાના પત્ની રમાબેનતા.25નેરવિવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.ઇચ્છાશંકર મયારામ િત્રવેદીના પુત્રી, ધર્મેન્દ્રકુમાર, મહેન્દ્રભાઇ (જામનગર), વિજયભાઇ, વસુધાબેન પ્રશાંતરાય ભટ્ટ, કલ્પનાબેન જનકરાય પંચોલી (આટકોટ)ના માતુશ્રી, હિંમતભાઇ બધેકા, સ્વ.પ્રતાપરાય બધેકા, સ્વ.રમાબેન ભાનુશંકર ભટ્ટ (મુંબઇ), પ્રભાબેન વિનોદરાય જોષી, રક્ષાબેન (રસુબેન) ભાસ્કરરાય પંડયાના ભાભી થાય. તેની સાદડી તા.26ને સોમવારે રામવાડી, વિભાગ નં.4માં રાખેલ છે. બન્ને પક્ષની સાદડી સાથે રાખેલ છે.ભાવનગર| લીમડીનિવાસી હાલ ભાવનગર સ્વ.માણેકલાલ કાનજીભાઇ િત્રવેદીના જયેષ્ઠ પુત્ર રમણીકલાલમાણેકલાલ િત્રવેદી (ઉ.વ.84,નિવૃત્ત રેલવે કર્મચારી)નું તા.24ને શનિવારે અવસાન થયેલ છે. તે જસુમતીબેનના પિતાશ્રી, સ્વ.દિનકરરાય એમ. િત્રવેદી (નિવૃત્ત રેલવે કર્મચારી), ચંદ્રકાંતભાઇ ટી. િત્રવેદી (જિલ્લા પંચાયત)ના મોટા ભાઇ, ઉમેશભાઇ િત્રવેદી (ભૂતપૂર્વ જ્ઞાતિ મંત્રી), વિરલભાઇ િત્રવેદી, ભારતીબેન બી. દવે, નયનાબેન એન. રાવલ, સંગીતાબેન વાય. રાવલ, દિપ્તીબેન જે. પંડયાના પિતાશ્રી, દર્શનાબેન યુ. િત્રવેદી, કલ્પનાબેન વી. િત્રવેદીના સસરા, ધનંજયભાઇ, હિતેશભાઇ, કેયુરભાઇ, જીલ, અક્ષત, આસ્થાના દાદા, સ્વસુર પક્ષે સ્વ.કેશવલાલ છગનલાલ શુકલ (ભડી ભંડારિયા)ના જમાઇ થાય. તેનું બેસણું તા.26ને સોમવારે સાંજે 4 થી 6 નિલકંઠ મહાદેવના મંદિરે, હવેલીવાળી શેરી, વોરા બજાર ખાતે રાખેલ છે.ભાવનગર| મુળ(માટીય) હાલ ભાવનગર નિવાસી જયંતીલાલપોપટલાલ દવે (એક્સગર્વમેન્ટ પ્રેસ કર્મચારી, ઉ.વ.87) તે પ્રદિપભાઇ દવે (મારૂતી એન્જી.), નરેશભાઇ દવે (એન.આર. સ્ટીલ), લતા અતુલ ભટ્ટ, પારૂલ સંજય ભટ્ટના પિતાશ્રી, સ્વ.કાન્તીલાલ પોપટલાલ દવેના નાના ભાઇનું તા.23ના સ્વર્ગવાસ થયેલ છે. તેનું બેસણું તા.26ને સોમવારે સાંજે 5 થી 6-30 શિવ શક્તિ હોલ, ક્રેસન્ટ ચોક, સરદાર સ્મૃતીની બાજુમાં, ભાવનગર મુકામે રાખેલ છે.ભાવનગર| મુળશંકર રવિશંકર પાઠક (ઉ.વ.77)તા.24ના કૈલાસવાસ થયેલ છે. તે લક્ષ્મીનારાયણ મંદિરવાળા (વડવા), સ્વ.રવિશંકર લક્ષ્મીરામ પાઠકના પુત્ર, સ્વ.જગદીશચંદ્ર રવિશંકર પાઠકના નાના ભાઇ, કૈલાસબેન પ્રવિણચંદ્ર ઉપાધ્યાયના મોટા ભાઇ, જયોતિન્દ્ર રવિશંકર પાઠકના મોટા ભાઇ, અરવિંદભાઇ રવિશંકર પાઠકના મોટા ભાઇ, કલ્પેશના પિતાશ્રી થાય. તેનું બેસણું તા.26ને સોમવારે માધવાનંદ આશ્રમ, એરપોર્ટ રોડ ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.ભાવનગર| અજયકુમાર ચંદુલાલ ભટ્ટ (ઉ.વ.56,શિક્ષક, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ, શાળા નં.45) તે સ્વ.ચંદુલાલ ખોડીદાસ ભટ્ટના પુત્ર, જીગર, સ્વાતિના પિતાશ્રી, દિનેશભાઇ ભટ્ટ (સિહોર), જયેશભાઇ ભટ્ટ, સ્વ.ભરતભાઇ ભટ્ટ, ધર્મેન્દ્રભાઇ ભટ્ટ, નીરૂબેન જોષી (મુંબઇ)ના ભાઇ, પવિત્રા ભટ્ટ, હિરેનકુમાર આસ્તીકના સસરા તા.24ના સ્વર્ગવાસી થયેલ છે. તે મોસાળ પક્ષે સ્વ.ભાનુશંકર આસ્તીક, સ્વ.પરમાણંદદાસ આસ્તીક, સ્વ.રમણીકલાલ આસ્તીક, સ્વ.કુસુમબેન જાનીના ભાણેજ, શ્વસુર પક્ષે સ્વ.નટવરલાલ ગીરજાશંકર ભટ્ટ, સ્વ.ચંદ્રશંકર ભટ્ટ, સ્વ.નરેન્દ્રભાઇ ભટ્ટના જમાઇ, માનસી, હિતેષા, રીયા, સમર્થ, આરવ, મીશ્રીના દાદાજી થાય. તેની સંયુકત સાદડી તા.26ને સોમવારે દીપક હોલ, સંસ્કાર મંડળ ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે. ઉત્તરક્રિયા તા.3/10ને સોમવારે રાખેલ છે.ખડસલીયા| ગોહિલ ગંભીરસિંહ બાલુભા (ઉ.વ.90)તા.24ને શનિવારે કૈલાસવાસી થયેલ છે. તે ગુલાબસિંહ ગંભીરસિંહ, બાબભા, રઘુવિરસિંહ, રામદેવસિંહ, રાજભા ગંભરસિંહ ગોહિલના પિતાશ્રી, મખુભા બેચરજી ગોહિલ, બળવંતસિંહ, પ્રદ્યુમનસિંહ બેચરજીના મોટા ભાઇ થાય. તેની ઉત્તરક્રિયા તા.4/10ને મંગળવારે તેના નિવાસસ્થાને ખડસલીયા મુકામે રાખેલ છે.ભાવનગર| સ્વ.પ્રેમજીભાઇ(બુધાભાઇ) ધરમશીભાઇના પુત્ર મયુરભાઇ(ઉં.વ.37)તા.24/9ના અવસાન થયેલ છે. તે કૌશીકભાઇ, હીતેશભાઇ, પીયુષભાઇના નાના ભાઇ, હરીભાઇ શીવલાલભાઇના નાના ભાઇના દીકરા, પોપટભાઇ હરીભાઇના નાના ભાઇ, હર્ષના પિતા, કરન, ક્રુશાલ, રાજીવ, માનસી, દીશાના કાકા થાય. તેનું બેસણું તા.26/9ને સોમવારે સાંજે 5 થી 6.30 લેઉવા પટેલ જ્ઞાતીની વાડી, ધજાગરા શેરી, કણબીવાડ રાખેલ છે. (સાસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે) સુંવાળા તા.3/10 સોમવાર તેમજ ઉત્તરક્રિયા તા.5/10 બુધવારે રાખેલ છે.

મણાર,તા.તળાજા | લવજીભાઇ રામજીભાઇ ઇટાળીયા (ઉ.વ.56)તા.25ને રવિવારે રામચરણ પામેલ છે. તે દેવરાજભાઇ, બાબુભાઇ, વલ્લભભાઇ, લખમણભાઇના મોટા ભાઇ, કિશોરભાઇ, મુકેશભાઇ, દિનેશભાઇના પિતાશ્રી, ભાવેશભાઇ, મહેશભાઇ, હિતેશભાઇના મોટા બાપા થાય. તેની ઉત્તરક્રિયા તા.6/10ને ગુરૂવારે દિવસે મણાર મુકામે રાખે છે.

ત્રાપજ| કાનજીભાઇ ઘુસાભાઇ કુકડીયા (ઉ.વ.62)તા.24ને શનિવારે રામચરણ પામેલ છે. તે વજુભાઇ, મહેશભાઇ, રાજુભાઇના પિતાશ્રી, અરજણભાઇ ઘુસાભાઇના નાના ભાઇ, મનજીભાઇ ઘુસાભાઇના મોટા ભાઇ થાય. તેનું બેસણું તા.26ને સોમવારે ત્રાપજ મુકામે રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.30ને શુક્રવારે રાખેલ છે.ભાવનગર| ઉર્મિલાબેન બળવંતરાય પટેલ (ઉ.વ.81)તે સ્વ.પરમાણંદદાસ જીવરાજના પુત્રી, બળવંતરાય ચુનીલાલના પત્ની, કિરીટકુમાર બળવંતરાય પટેલ, જયશ્રીબેન ભરતકુમાર પટેલ, હર્ષાબેન બળવંતરાય પટેલના માતુશ્રી, ભરતકુમાર પ્રવિણચંદ્ર પટેલ, રંજનબેન કિરીટકુમાર પટેલના સાસુ, આદિત્યના નાનીમા તા.25ને રવિવારે સ્વર્ગવાસ પામેલ છે. તેનું બેસણું તા.26ને સોમવારે ઉમિયાધામ, ઠાકરદ્વારા શેરી, કણબીવાડ, ભાવનગર ખાતે સાંજે 5 થી 6 સુધી રાખેલ છે. સાસરીયા પક્ષ તેમજ પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. અન્ય તમામ લૌિકક પ્રથા બંધ રાખેલ છે.ભાવનગર| સ્વ.જેન્તીલાલકાનજીભાઇ પટેલ (હરણાવા)ના પુત્ર નિતીનભાઇ જેન્તીલાલના પત્ની ભાવનાબેન(ઉ.વ.58)તા.25ને રવિવારે વૈકુંઠવાસ થયેલ છે. તે ઘનશ્યામભાઇ (હાલ સુરત)ના નાના ભાઇના પત્ની, સ્વ.દિલીપભાઇના ભાભી, પ્રશાંત, બ્રિજેશ (કાનો), સાગરના દાદી, દક્ષાબેન રમેશભાઇ, વિણાબેન રાજેશભાઇના ભાભી, સ્વ.મહેન્દ્રભાઇ છબીલદાસ, ભરતભાઇના પિતરાઇ ભાઇના પત્ની, નરેન્દ્રભાઇ, યોગેશભાઇ, વિમલેશભાઇ હિમતભાઇ (જૂનાગઢવાળા)ના ભાભી થાય. તેનું બેસણું તા.26ને સોમવારે સાંજે 4-30 થી 6 ઠાકરદ્વારા શેરી, કણબીવાડ ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌિકક પ્રથા બંધ રાખેલ છે.ભાવનગર| સોનગઢનિવાસી હાલ ભાવનગર સ્વ.ગોરધનભાઇ માવજીભાઇ ચુડાસમાના પત્ની હિરાબા(ઉ.વ.88)તા.24ના શ્રીજી ચરણ પામેલ છે. તે ભુપતભાઇ ગોરધનભાઇ, સવજીભાઇ ગોરધનભાઇ, ઘનશ્યામભાઇ ગોરધનભાઇના માતુશ્રી, લાભુબેન, ઉષાબેન, જસુબેન, ઇંદુબેન તેમના માતુશ્રી, અમૃતભાઇ પરમાર, ચુનીભાઇ રાઠોડ, કાળુભા પરમાર, ઘનશ્યામભાઇ પરમાર તેમના સાસુ, ચીમનભાઇ ટપુભાઇ, હિંમતભાઇ ટપુભાઇના કાકી, હિતેશ, કિનલ, નરેશ, દીપક તેમના દાદી, આશા, નયના, અલ્પા, કનિશા, પારૂલ, મીના તેમના દાદી થાય. તેનું બેસણું તા.26ને સોમવારે 4 થી 6 ભગવાનેશ્વર મંદિર, સુભાષનગર, ભાવનગર તથા સાસરીયા પક્ષ અને પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

વલભીપુર| સ્વ.ગોવિંદભાઇપોપટભાઇ હરસોરાના પત્ની સમુબેન(ઉ.વ.85)તા.25ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. તે મનસુખભાઇ (અમદાવાદ), ભરતભાઇ (માનસકુમાર શાળા), વિમળાબેન (બજુડ), મંજુલાબેન (અમદાવાદ) પ્રભાઇબેન (વડોદરા) વિરૂબેન (સોનગઢ)ના માતુશ્રી તથા સ્વ.ધનજીભાઇ, નરશીભાઇ, વેલજીભાઇ, સ્વ.રામજીભાઇના ભાભી તથા કિશોરભાઇ, ભુપતભાઇ, કિરીટભાઇ, જયસુખભાઇના મોટાબા તથા શિલ્પાબેન (વિરમગામ), સેજલબેન ક્ષમાબેન, પૂર્વીબેન (અમદાવાદ), દર્શના, ધારા, કૌશિકાના દાદી તથા રામજીભાઇ વનમાળીભાઇ પરમાર (નવાગામ-લો), હરિભાઇ(સુરકા)ના બેન થાય. તેનું બેસણું તા.26ને સોમવારના રોજ આખો દિવસ પટેલ વાઘાણી ચોક, વલભીપુર મુકામે રાખેલ છે. તથા ઉત્તરક્રિયા તા.6/10ને ગુરૂવારના રોજ રાખેલ છે.ભાવનગર| સ્વ.ઓધવદાસભગવાનદાસ આચાર્યના પત્ની ગં.સ્વ.મંજુલાબેન(ઉ.વ.77)તા.23ના રામચરણ પામેલ છે. તે મહેન્દ્રભાઇ (મુંબઇ), રાજેશભાઇ, રમેશભાઇ (કામનાથ મહાદેવ, વડવા ચોરા)ના માતુશ્રી, સ્વ.મયારામ ભગવાનદાસ (થોરડી)ના નાના ભાઇના પત્ની, સ્વ.બાબુભાઇ ભગવાનદાસના ભાભી, સ્વ.ધીરજલાલ નાનાલાલ (બાર્ટન લાઇબ્રેરી), સ્વ.ગીરધરદાસ દયાળદાસ, મનોરદાસ દયાળદાસ, રણછોડદાસ દયાળદાસ (પરવડી), ગૌરીબેન શિવરામભાઇ (મહુવા)ના બેન થાય. તેનું બેસણું તા.26ને સોમવારે સાંજે 4 થી 6 નવગામ ભાવસાર જ્ઞાતની વાડી, વડવા વિજય ટોકીઝ ખાતે રાખેલ છે.તળાજા| ગોસ્વામી વશરામગીરી ચતુરગીરી (નકાબાપુ,ઉ.વ.66) તા.24ના કૈલાસવાસી થયેલ છે. તે જીવરાજગીરી ચતુરગીરીના નાના ભાઇ, કાંતગીરી રણુગીરી, નટવરગીરી રેવાગીરીના મોટા ભાઇ, કમલેશગીરીના પિતાશ્રી, ગણપતગીરી, કૈલાસગીરી, અશોકગીરી, ભરતગીરી શંભુગીરીના કાકા, જયગીરી, પ્રતિકગીરીના દાદા, કૈ.ભુપતભારથી, ભરતભારથી, દેવભારથી, ભીખુભારથી ગજાનંદભારથી, પ્રવિણભારથી બોઘાભારથી (બુઢણા)ના મોટા બનેવી થાય. તેનું શક્તિપૂજન શંખાઢોળ ભંડારો તા.6/10ના દિવસના તેના નિવાસસ્થાને દિનદયાળનગર, તળાજા મુકામે રાખેલ છે.

મોટીજાગધાર | ગૌસ્વામીઇશ્વરગીરી જીવણગીરીના પુત્ર ભુપતગીરી(ઉ.વ.75)તા.25ને રવિવારે કૈલાસવાસ થયેલ છે. તે મુકેશગીરી, વિજયગીરી, હેમુબેન રાજપરાના બાપુજી, રતીગીરીના ભત્રીજા ઘાટરવાળા નિવાસી, બાબુગીરી, ગજેન્દ્રગીરીના મોટા ભાઇ, બટુકગીરી, ભગવાનગીરીના મોટા બાપુના દીકરા, વડલી ભુતનાથ મહાદેવ કૈલાસપરી, જસુપરીના બનેવી, શક્તિપૂજન ભંડારો તા.7/10ને શુક્રવારે સાંજે પીરવાડીએ રાખેલ છે.વિકળીયા,તા.ગઢડા (સ્વા.) | મધુબા ઘનશ્યામગીરીજી ગોસ્વામી (ઉ.વ.75)તા.24ને શનિવારે કૈલાસવાસ પામેલ છે. તે વિકળીયા મહંત રતિગીરીજી દલપતગીરીજી, લઘુમહંત હિંમતગીરીજી મોહનગીરીજીના ભાભી, રાજેન્દ્રગીરીજી રતિગીરીજી, જિગ્નેશગીરીજી રતિગીરીજી, હાર્દિકગીરીજી હિંમતગીરીજીના મોટા બા, રેખાબેન નવનીતપુરી (મહુવા)ના માતુશ્રી, કાર્તિકગીરી ભાર્ગવગીરી, ધ્રુવગીરીના દાદીમા, શૈલેષભારથી, સંજયભારથી (દાડમા)ના ફૈબા થાય. તેનું શક્તિપૂજન ભંડારો તા.3/10ને સોમવારે દિવસના બેલનાથ મહાદેવ વિકળીયા મુકામે રાખેલ છે.ભાવનગર| રમેશભાઇ લલ્લુભાઇ ગોહેલ તેસ્વ.લલ્લુભાઇ કુંવરજીભાઇ ગોહેલના પુત્ર, સ્વ.મનુભાઇ લલ્લુભાઇ ગોહેલના નાના ભાઇ, સ્વ.પ્રકાશ, પ્રતાપ, સુનિલના પિતાશ્રી, કિશન મનજીભાઇ ગોહેલના કાકા, સ્વ.જશીબેન સ્વ.શારદાબેન, હંસાબેન ભીખાભાઇ વાઘેલાના નાના ભાઇ, સ્વસુર પક્ષે સ્વ.બચુભાઇ કાનજીભાઇ રાઠોડના જમાઇ, સ્વ.દીપકભાઇ બચુભાઇ રાઠોડના બનેવી, મધુબેન મણીલાલ પરમારના બનેવી થાય. તેની બન્ને પક્ષની સાદડી તા.26ને સોમવારે સાંજે 4 થી 6 દેસાઇ સઇ સુતાર જ્ઞાતિની વાડી, મતવા ચોક, ભાવનગર રાખેલ છે.પરવડી,તા.ગારિયાધાર | મનોજભાઇ રણછોડભાઇ પરમાર (ઉ.વ.60)તા.23ને શુક્રવારે સ્વર્ગવાસી થયેલ છે. તે ભુપતભાઇ, સ્વ.હિંમતભાઇના નાના ભાઇ, સ્વ.રાકેશભાઇ, જીજ્ઞેશભાઇના પિતાશ્રી, સ્વ.રતિભાઇ, સ્વ.કાળુભાઇ, વલ્લભભાઇ, સુરેશભાઇ, જશુભાઇના મોટા બાપાના દીકરા ભાઇ, જે.ટી. પરમાર (ટીંબા)ના કાકાના દીકરા ભાઇ થાય. તેની ઉત્તરક્રિયા તા.29ને ગુરૂવારે પરવડી ખાતે રાખેલ છે.કઠવા| દિહોરા ગલાલબેન બોઘાભાઇ (ઉ.વ.95)તા.25ને રવિવારે રામચરણ પામેલ છે. તે દિહોરા જોધાભાઇ બોઘાભાઇ, સ્વ.વાલાભાઇ બોઘાભાઇના માતુશ્રી, દિહોરા ભરતભાઇ વાલાભાઇ, અશોકભાઇ, જીલુભાઇ, જયંતીભાઇ, માનશંગભાઇ જોધાભાઇ, દિલીપભાઇના મા, વનાભાઇ ઉકાભાઇ, મથુરભાઇ મેરૂભાઇના કાકી, ગોરધનભાઇ પોલાભાઇ, ચોથાભાઇ જોધાભાઇના મા થાય. તેનું ઉત્તરકારજ તા.3/10ને સોમવારે રાખેલ છે.

થોરાળી,તા.પાલિતાણા | પરમાર પરશોતમભાઇ ઓઘડભાઇ તા.24નેશનિવારે રામચરણ પામેલ છે. તેની ઉત્તરક્રિયા તા.3/10ને સોમવારે રાખેલ છે.વલભીપુર| બાબુભાઇ નરશીભાઇ વાળા (ઉ.વ.68)તા.24ને શનિવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે ગીરીશભાઇ (પી.જી.વી.સી.એલ.વલભીપુર), પાર્થ (મામલતદાર કચેરી વલભીપુર) પારૂલબેન સંજયકુમાર ગોહિ‌લ, (મ.શિક્ષક-પાલીતાણા), બીનાક્ષીબેન હિ‌તેશકુમાર વનરા (મ.શિક્ષક-આદપુર), જીજ્ઞાબેન દિલીપકુમાર ચૌહાણ (જુનાગઢ), હેતલબેન જયેશકુમાર મકવાણા (મ.શિક્ષક-ચોગઠ)ના પિતાશ્રી તથા અજીતભાઇ (મુંબઇ), કરમશીભાઇ, રમેશભાઇ (સુરત)ના ભાઇ તથા મહેન્દ્રભાઇ (ભોલાભાઇ-સુરત)ના કાકા તથા દિપકભાઇ, કિરીટભાઇ, ગુણવંતભાઇ કાંતભાઇ સોલંકી (બાબરા)ના બનેવી થાય. તેની સુવાળાની વિધી તા.26ને સોમવારના રોજ સવારે તથા બેસણું તા.26ને સોમવારના રોજ બપોરના 3 થી 6 કલાક સુધી પટેલ સમાજની જ્ઞાતિની વાડી, વલભીપુર મુકામે રાખેલ છે.ભાવનગર| બુટાભાઇ માવજીભાઇ ચૌહાણ (ઉ.વ.101)તા.24ને શનિવારે રામચરણ પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.5/10ને બુધવારે રાખેલ છે. માટલી પ્રથા બંધ છે.

મુસ્લિમમરણનિંગાળા,તા.ગઢડા (સ્વામીના) | મ.રાજેભાઇઅલીભાઇ શેખ (શેખભાઇ)ના ઔરત હલીમાબેનતા.24નેશનિવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે સલીમભાઇ, અ.વાહિદભાઇ, સિકંદરભાઇ, ફારૂકભાઇના વાલીદા થાય. તેની જીયારત તા.26ને સોમવારે સવારે 10 કલાકે નિંગાળા મુકામે તેના નિવાસસ્થાને સામાકાંઠે રાખેલ છે.ભાવનગર| હસનઅલી એહમદઅલી (ગાડીવાળા,પતરાવાળા) તે મુરતુજાભાઇ, તસનીમબેનના બાવાજી તા.25ના વફાત થયેલ છે. તે મોહીસીનભાઇ નાનાભાઇ રાણપુરવાળાના સસરા, મુફદલભાઇ યુસુફભાઇના નાનાજી થાય. તેના જયારતના સીપારા તા.27ના સવારે 12 કલાકે મંગળવારે નજમી હોલમાં રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...