તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારાસભા જેવો તળાજા સહકારી બેન્કની ચૂંટણીનો સર્જાયો માહોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | 25 સપ્ટેમ્બર

તળાજાનાગરિક સહકારી બેન્કમાં બે મહિલા સહીત 14 ડીરેકટરોની પ્રતિષ્ઠાભરી ચૂંટણી 15 વર્ષ બાદ તમામ ડીરેકટરોની એકી સાથે યોજાઇ હોઇ સભાસદો પણ મોટી સંખ્યામાં મત આપવા ઉમટી પડયા હતા. સવારથી મતદારોની કતાર લાગી હતી. જે દિવસભર શરૂ રહી હતી. સાંજે પાંચ કલાકે મતદાનની અવધિ પૂર્ણ થતા 58.05 ટકાનુ જંગી મતદાન થયુ હતુ.

નાગરિક બેંકના વર્તમાન ડીરેકટરોની સહકારી પેનલ અને શહેરના આગેવાનોની વિકાસ પેનલ વચ્ચેના ચૂંટણી જંગમાં છેલ્લા દિવસોમાં મીટીંગો, ડોરટુડોર પ્રચાર, ઉપરાંત વોટસઅપ, ટવીટર, ફેસબુક, સહીતના ઇલેકટ્રોનિક મોબાઇલ માધ્યમો દ્વારા મેસેજ વહેતા કરીને પ્રચાર તેજ કરવામાં આવ્યો હતો. આજની ચુંટણીમાં એક એક મતદાર માટે ઉમેદવારો ટેકેદારોને મતદાન મથકે લાવવા જહેમત ઉઠાવી હતી.

મોડી સાંજ પછી મતદાન મથકમાં મતગણના થશે. જેના પરિણામો મોડી રાત્રી પહેલા આવવાની સંભાવના છે.

દોઢ દાયકા બાદ નાગરિક બેન્કની યોજાઇ ચૂંટણી

મતદારોની કતાર દિવસભર : 58.05 ટકા મતદાન

અન્ય સમાચારો પણ છે...