તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગફળીની ધૂમ આવકથી તળાજા માર્કેટયાર્ડ છલોછલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િદવાળીપછી ખરીફ સિઝનનાં તૈયાર થયેલ પાકોની રોકડી કરવા તળાજા વિસ્તારનાં ખેડૂતોનો પ્રવાહ તળાજા માર્કેટીંગ યાર્ડમાં વધ્યો છે. તાજેતરમાં કપાસની ખરીદી વેચાણમાં માડગાંઠ સર્જાતા તળાજા યાર્ડમાં હાલ કપાસનો ફ્લો ધરેલ છે. પરંતુ વિકલ્પે તળાજા યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થતી હોઈ છેલ્લા દિવસોમાં તળાજા ઉપરાંત ઘોઘા તાલુકાનાં ખેડૂતો પોતાની મગફળી લાવતા થતા એક તબક્કે સરકારી એજન્સીમાં મગફળી ખરીદી માટે ઓનલાઈન નોંધણી માટે ખેડૂત ખાતેદારોની કતારો સર્જાઈ હતી.

ખેત આધારીત તળાજા તાલુકામાં વર્ષે ચોમાસુ વાવેતરમાં સૌથી વધુ મગફળીનું વાવેતર 22995 હેકટરમાં થયેલ છે. જે કુલ 63525 હેકટરનાં વાવેતરમાં અધિકતમ છે. અને ઘોઘા તાલુકામાં પણ મગફળીનું સારું એવું ખરીફ વાવેતર છે. પરંતુ ઘોઘામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર હોવાથી ત્યાંના ખેડૂતોની મગફળી સ્વીકારવાની તૈયારી દર્શાવતા બે દિવસથી મગફળી વેચાણ માટેની નોંધણીનું પ્રમાણ વધ્યું છે. જેથી ગેરવ્યવસ્થા થાય તે માટે એજન્સી દ્વારા નવી નોંધણી કરવામાં ઈન્ટરવલ રખાય છે.

ઓનલાઈન નોંધણી વધતી જાય છે...

^મગફળીનીગુજકોમાસોલ દ્વારા ઓનલાઈન નોંધણી છેલ્લા દિવસોમાં વધતા બે હજારથી વધૂ ખેડૂતોની નોંધણી થઈ છે. ટેકાના ભાવે ખરીદીમાં દરેક બોરીમાં ભરતી-વજન-પેકીંગમાં સમય જતો હોઈ બેથી અઢી હજાર થેલીઓ પેકીંગ થાય છે. જે દૈનિક 40થી50 ખેડૂતોની ખરીદી થઈ શકતી હોઈ વ્યવસ્થા માટે આગામી 30 નવે. સુધી નોંધણી બંધ રાખેલ છે. ત્યારબાદ નવી નોંધણી થશે. >નવનીતભાઈલશ્કરી, પ્રમુખ,તરસરા જીનીંગ મંડળી (ગુજકોમાસોલની એજન્સી)

માર્કેટવોચ | ખેત આધારીત તાલુકામાં મગફળીનું સૌથી વધુ વાવેતર

મગફળીનાં ખેડૂતોનો ધસારો વધ્યો છે

^લાભપાંચમથીટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની હતી. પરંતુ એજન્સીની િનમણુંકમાં સમય જતા અને હવે તળાજા ઉપરાંત ઘોઘાનાં ખેડૂતો પણ આવવા લાગતા હાલ દૈનિક સરેરાશ ત્રણથી ચાર હજાર બોરી તળાજા યાર્ડમાં ઠલવાય છે જેથી વ્યવસ્થા જળવાય તે માટે ખેડૂતો ધીરજ રાખે અને સૂચના મ‌ળે પછી યાર્ડમાં મગફળી લાવવા િવનંત કરવામાં આવી છે. >ભરતભાઈબારૈયા, ઈ.સેક્રેટરી,માર્કેટયાર્ડ, તળાજા

મગફળીની ટેકાના ભાવે નોંધણી કરવા માટે ખાતેદારોની લાઈનો લાગી

અન્ય સમાચારો પણ છે...