તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરમાં અનેક વિસ્તારો ઝંખી રહ્યા છે નવી પોસ્ટ �ઓફિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરશહેરમાં પોસ્ટ �ઓફિસની સ્થિતિ ભારે વિચિત્ર જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારો એવા છે કે જેમાં માત્ર બે કિલોમીટરના ડાયરામાં ચાર જેટલી પોસ્ટ �ઓફિસ છે જ્યારે શહેરના કેટલાક વિસ્તારો એવાં છે કે તેમાં દૂર દૂર સુધી કોઈ પોસ્ટ �ઓફિસ નથી અને પ્રજાને પરેશાન થવું પડી રહ્યું છે.

શહેરમાં ખારગેટ, વોરાબજાર તથા મામાકોઠા રોડ અને રેલવે સ્ટેશન રોડ એમ 4 �ઓફિસો માત્ર બે કિલોમીટરના અંતરે આવેલી છે. તો બીજી તરફ શહેરમાં તળાજા જકાતનાકા થી ટોપ થ્રી સિનેમા અને લીલા સર્કલ, કાળીયાબીડની ટાંકીથી સરદાર પટેલ સ્કૂલ સુધીના વિસ્તારોમાં એક પણ જગ્યાએ પોસ્ટ �અોફિસ નથી અને આથી લોકો નવી પોસ્ટ ઓફિસ ઝંખી રહ્યા છે.

નવી પોસ્ટ ઓફિસ

અંગે પ્રપોઝલ થશે

^કાળિયાબીડવિસ્તારમાં નવી પોસ્ટ �ઓફિસ શરૂ થાય તેનું આયોજન કરી રહ્યાં છીએ. મકાનની શોધમાં છીએ. મકાન મળી ગયા પછી પ્રપોઝલ તૈયાર કરવામાં આવશે. >એન.બી.કુંડારા, એસપી, ભાવનગર પોસ્ટ �ઓફિસીઝ

વારો-તારો | ટપાલ ખાતાં દ્વારા કોકને ગોળ, કોકને ખોળ

ભાવનગરના અમુક મોટા વિસ્તારોમાં એક પણ નહીં

અન્ય સમાચારો પણ છે...