• Gujarati News
  • અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત િવગતો મુજબ સરતાનપર બંદર ખાતે રહેતા

અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત િવગતો મુજબ સરતાનપર બંદર ખાતે રહેતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત િવગતો મુજબ સરતાનપર બંદર ખાતે રહેતા કોળી પ્રવિણભાઈ મકનભાઈ વેગડ (ઉં.વ.45) ગત બપોરે પોતાનાં ખેતરમાં કામે ગયેલ જે મોડીરાત સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારનાં સભ્યોએ તપાસ કરતાં મોડી રાિત્રનાં તેઓનો લોહી લુહાણ હાલતે મૃતદેહ ખેતરીમાંથી મળી આવ્યો હતો.
બાબતે વધુ તપાસ કરતાં પોલીસને જાણવા મળેલ િવગતો મુજબ ગત મોડી સાંજે પ્રવિણભાઈ અને તેનો િમત્ર એભલ બારૈયા ખેતરમાં દારૂની પાર્ટી કરી નશામાં ધૂત બન્યા હતા. તેવામાં અચાનક બોલાચાલી થતાં એભલે ઉશ્કેરાઈ જઈ ધારદાર હથિયારથી મોડીરાત્રે પ્રવિણભાઈને ગંભીર ઈજા કરી નાસી જતાં મોડી રાત્રે પરિવારજનોએ તેને મૃત હાલતમાં અત્રે તળાજા હોિસ્પટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા.
હત્યાની ઘટના અંગે તળાજા પી.એસ.આઈ. એસ.જી. ખાંભલાએ હત્યાનો ગુનો નોંધી મૃતદેહનું પેનલ પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતકનાં ભત્રીજા મેઘજીભાઈ ગોબરભાઈની ફરિયાદ પરથી હત્યારાની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યાં હતાં અને ગણત્રીની કલાકોમાં તેને ઝડપી લીધો હતો.
પોલીસનાં જણાવ્યા પ્રમાણે હત્યાનું કારણ દારૂની પાર્ટી બાદ બન્ને ભાઈબંધો નળાખ્યાનની ચર્ચા કરતાં હતાં. એવામાં પાત્રો બાબતે થયેલ ચર્ચામાં ઉશ્કેરાટ થતાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ હત્યાની ઘટના બની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.
દારૂના નશામાં િમત્રના હાથે િમત્રની હત્યા : હત્યારો જબ્બે