તળાજામાં અવરોધ કરતા 15થી વધુ લારીવાળા દંડાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાશહેરમાં જાહેર રોડ પર વારંવાર ટ્રાફીક અવરોધાતો હોય અને બજારમાં ખરીદી કે કામસર આવતા વાહન ચાલકો કોઇપણ જગ્યાએ આડેધડ વાહનો પાર્ક કરીને તથા છુટક લારી વાળાઓ પણ માર્ગમાં ટ્રાફીમને અડચણ રૂપ અને રાહદરીઓને જોખમકારક રીતે ઉભા રાખતા હોવાથી આમ ફરીયાદોને અનુસંધાને આજરોજ તળાજા પી.એસ.આઇ. એસ.જી.ખાંભલા અને ડી સ્ટાફએ ટ્રાફીક રેઇડ કરીને તિલકચોક, શાકમાર્કેટ, વાવચોકનો મુખ્ય રોડ સહીત જાહેરમાર્ગ પર આડેધડ પાર્ક કરાયેલ 6 મોટરસાઇકલને એમ.બી. એક્ટ 207 મુજબ ડીટેઇન કરેલ. ઉપરાંત રોડપર અડચણ રૂપ જુદા-જુદા લારી-બાકડા વાળા મળી 15 ઇસમો વિરૂધ્ધ કલમ 283 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...