• Gujarati News
  • શહેરમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે

શહેરમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ તખ્તેશ્વર મઢુલી, સાઇ ધામ સહિતના અનેક સ્થળોએ યોજાશે કાર્યક્રમો

ભાવનગર. 29 જુલાઇ

અષાઢસુદ પૂનમને શુક્રવારે શહેરમાં ગુરૂપૂર્ણિમાના ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે.

સાઇબાબા મંદિર : શહેરનામેઘાણીસર્કલ ખાતે આવેલા સાંઇબાબાના મંદિરમાં આગામી તા. 31-7 ના રોજ ગુરૂપૂર્ણિમા પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. પ્રસંગે સવારે 5 કલાકે મંગળા દર્શન તથા બાબાને દૂધનો અભિષેક સવારે 6 વાગ્યા સુધી, બાદ આરતી, સવારે 10 થી 11 ગુરૂપૂજન,સાંજે 5-30 થી 7-30 સુધી બાબાની પાલખીયાત્રા તથા શોભાયાત્રા વાજતેગાજતે નિકળશે. બાદ બેન્ડવાજાની સૂરીલી સંગાથે બાબાની 108 દિવડાની મહાઆરતી થશે. ગુરૂપૂજન અને અભિષેકમાં બેસવા ઇચ્છુકોએ મંદિરના કાર્યાલયમાં નામ નોંધાવી દેવા.

દિપકચોક : શહેરનામહિલા કોલેજ રોડ પર દિપકચોકમાં અાવેલી પૂ. બજરંગદાસબાપાની મઢુલીમાં તા. 31મીએ ગુરુપૂર્ણિમા ઉજવાશે.

ભારતસ્વાભિમાન ટ્રસ્ટ : પતંજલિયોગ સમિતિ અને ભારત સ્વાભિમાન સંસ્થા દ્વારા ગુરુપૂર્ણિમા નિમીત્તે શહેરના યશવંતરાય નાટયગૃહના કમ્પાઉન્ડમાં તા. 31-7 થી તા. 4-8 સુધી સવારે 6 થી 8 દરમિયાન યોગ શિબિર યોજાશે.

સાઇધામ-તળાજા રોડ : શહેરનાતળાજા રોડ પર ટોપ થ્રી સિનેમાની સામે આવેલા સાંઇધામ ખાતે તા. 31મીએ સવારે 5 કલાકે મંગલ સ્નાન, આરતી, સવારે 8 કલાકે મહાઅભિષેક, લઘુરુદ્ર, સવારે 11 કલાકે ધ્વજારોપણ, થાળઆરતી બાદ મહાપ્રસાદનું વિતરણ, સાંજે 7-30 કલાકે સમુહ પાદુકા પૂજન,સાઇ ચરિત્રવાચન, રાત્રે 9 કલાકે ભજનસંધ્યા યોજાશે.

મઢુલીઆશ્રમ : શહેરનાતખ્તેશ્વર મંદિરના પગથીયા પાસે આવેલી સંત પૂ. બજરંગદાસબાપાની મઢુલી આશ્રમમાં તા. 31મીએ પરંપરાગત રીતે ગુરૂપૂર્ણિમા ઉજવાશે. પ્રસંગે સવારે 5 કલાકે મંગળાઆરતી, સવારે 8 કલાકે ધ્વજારોહણ અને ગુરૂપૂજન થશે.

કાશીવિશ્વનાથ મંદિર : શહેરનાનવાપરામાં ડી.એસ.પી.કચેરીની પાછળ આવેલા પાૈરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ (રૂખડા મહાદેવ)ના મંદિરમાં મહંત પૂ. અર્જુનનાથજીબાપુના સાનિધ્યમાં આગામી તા. 31-7 ના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત સવારે ગુરૂપૂજન, દેવતા�ઓનું પૂજન, અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.

દત્ત આશ્રમ-રૂવા : શહેરના અેરપોર્ટ રોડ પર રૂવાગામના પાદરમાં આવેલા પ્રાચીન દત્ત આશ્રમ (બાલેશ્વર મહાદેવજીના મંદિર) ખાતે તા. 31-7 ને શુક્રવારે ગુરૂપૂર્ણિમા પર્વ નિમિત્તે દત્તપાદુકા પૂજન, ગુરૂપૂજન,દત્ત યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે.

પરંપરા | ગુરૂપૂજન, વંદન, ધ્વજારોહણ, પ્રસાદ િવતરણ િવ. યોજાશે