• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • િજલ્લા કોંગ્રેસના નવા માળખામાં નવાને તક અને િસનિયરો સાઈડમાં

િજલ્લા કોંગ્રેસના નવા માળખામાં નવાને તક અને િસનિયરો સાઈડમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર.ભાવનગર. 28 જુલાઈ

ભાવનગરશહેર બાદ આજે િજલ્લા કોંગ્રેસ સમિતિની પણ રચના કરવામાં આવી છે નવા િનમણૂંક પામેલા હોદ્દેદારોમાં નવા ચહેરાને તક આપવા સાથે પૂર્વ તાલુકા પ્રમુખોને મુખ્ય હોદ્દાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, કોંગ્રેસમાં પગદંડો જમાવી બેઠેલા સિનીયરોને સાઈડલાઈન પણ કરાયા છે.

ભાવનગર િજલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવિણભાઈ વાળાએ િજલ્લા કોંગ્રેસ સંગઠનના નવા માળખાની રચના કરી છે. જેમાં 8 ઉપપ્રમુખ, 8 મહામંત્રી, 8 મંત્રી, 30 કારોબારી સભ્યો અને 6 પ્રવક્તાની િનમણૂંક કરી છે. ઉપપ્રમુખમાં એકને બાદ કરતા તમામ નવા કાર્યકરોનો સમાવેશ કરાયો છે. તેમજ નવા માળખામાં ખાસ તો જુના સંગઠનમાં રહેલાં તાલુકા પ્રમુખોને પણ સાચવી લઈ તેઓને મંત્રી, ઉપપ્રમુખ કે મહામંત્રીના હોદ્દા અપાયા છે. જ્યારે ભાવનગર, તળાજા, મહુવા, વલભીપુર, સિહોર અને ઘોઘા તાલુકાને પ્રમુખોની પણ િનમણુંકો અપાઈ છે.

તદ્દઉપરાંત મહુવા અને તળાજા તાલુકાને વધુ મહત્વ આપી તે પંથકમાંથી હોદ્દેદારોની િનમણુંક અપાઈ છે. જોકે, નવી રચનામાં નવા ચહેરાને પણ તક આપવામાં આવી છે. જ્યારે આંગળીના વેઢે ગણાય તેટલા સિનિયરોને નવી રચનામાં રાખી અન્યને મહત્વ નહીં આપ્યાનું પણ જાણવા મળે છે. જે કદાચિત આગામી ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદાકારક પણ રહે તેવી સંભાવના કોંગી કાર્યકરો વર્તાવી રહ્યા છે.

ગત ટર્મના તાલુકા પ્રમુખોને અપાયા મુખ્ય હોદ્દા

રાજકારણ | મહુવા અને તળાજાને વધુ મહત્વ

અન્ય સમાચારો પણ છે...