તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગદાણામાં ગુરૂ વંદના માટે ઉમટ્યા દોઢેક લાખ ભક્તો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રવિશ્વમાં ‘બાપા સીતારામ’ની આહલેક જગાવનારા સંત બજરંગદાસ બાપાની કર્મભૂમિ તીર્થધામ બગદાણા ખાતે ગુરૂપૂર્ણિમાના પર્વે ગુરૂ વંદના માટે આજે દોઢેક લાખનો માનવ મહેરામણ ઉમટી પડેલ હતો.ગુરૂ આશ્રમ ખાતે આજે ગુરૂ પૂર્ણિમાના પાવન દિવસે સવારે કલાકે મંગલા આરતી, ધજા પૂજન અને ગુરૂ પૂજન થયા બાદ સવારે 10 કલાકથી પ્રસાદ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેનો લાભ લઇ ભાવિકોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

આજે બગદાણામાં માત્ર ભાવનગર જિલ્લો કે ગુજરાત રાજ્ય નહીં પણ સમગ્ર દેશ અને દુનિયામાં ભાવિકોનો સમૂહ ગુરૂ વંદના માટે આવ્યો હતો.

આજે ગુરૂવંદનાના પર્વે બગદાણા ઉપરાંત ભાવનગર શહેર તેમજ સમગ્ર જિલ્લાના ગામે ગામે મઢુલીઓમાં પૂજન, અર્ચન અને વંદના તેમજ પ્રસાદ વિતરણના કાર્યક્રમ યોજાયા હતા.

ગુરૂ પૂર્ણિમાના પાવન દિવસે જાણે તમામ રસ્તાઓ બગદાણા તરફ જતાં હોય તેમ ચોતરફથી માનવ મહેરામણ બગદાણા ખાતે પ.પૂ.બજરંગદાસબાપાના દર્શને ગુરૂ આશ્રમ-બગદાણા ખાતે ઉમટી પડ્યા હતો ભાવિક ભક્તોએ દર્શનનો લ્હાવો લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. ભાવનગર શહેરમાં ઠેર ઠેર મઢુલીઓ ઉભી કરી શ્રદ્ધાભેર પૂજન-અર્ચન કરી પ્રસાદ િવતરણ કરાયું હતું તો ચિત્રા મસ્તરામબાપાના ધામ ખાતે હજારો ભક્તો ગુરૂવંદના માટે ઉમટ્યા હતા.

જિલ્લામાં ઠેર ઠેર પ્રસાદ વિતરણ

દરપુનમે અને ખાસ તો વર્ષની સૌથી મોટી અને પવિત્ર ગણાતી ગુરૂ પૂનમના પાવન દિવસે દુર-દુરથી ભાવિક ભક્તો પોતાની શ્રધ્ધા અને પોતે રાખેલી માનતા પુર્ણ કરવા બગદાણા ખાતે પગપાળા પહોંચી દર્શનનો લાભ લીધો હતો. આજે મહુવાથી બગદાણા અને ભાવનગર-તળાજાથી બગદાણા પગપાળા આવતા ભાવિક ભક્તો માટે વચ્ચે આવતા ગામોના ભાવિક ભક્તો ચા-પાણીની પ્રસાદી આપી પોતે ધન્યતાનો અનુભવ કર્યો હતો. તો ભાવનગર શહેરમાં પણ ઠેર ઠેર મઢુલીઓ ઉભી કરી પ્રસાદ વિતરણ કરાયુ હતુ.

ગુરૂ વંદનાના પાવન પર્વ ગુરૂ પૂર્ણિમાની ભાવ-ભક્તિ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. પૂજન, અર્ચન, સત્સંગ અને મહાપ્રસાદના કાર્યક્રમમાં ભાવિકો ઉમટ્યા હતા. તસવીર- અજય ઠક્કર

‘બાપા સિતારામ’ની આહલેક જગાવનારા બજરંગદાસ બાપાની વંદના કરી ભક્તોએ ધન્યતા અનુભવી : સંતવાણી સહિતના કાર્યક્રમોએ ધૂમ મચાવી

પરંપરાગત ઉજવણી | સમગ્ર જિલ્લામાં બાપાની મઢુલીઓમાં થયેલી ઉજવણી : ભાવનગર શહેરમાં મઢુલીઓમાં પૂજન-અર્ચન અને પ્રસાદ િવતરણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો