તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ટેન્કર પેસિફિક સિંગાપુરનો કેપ્ટન ગુમ : કેબિનમાં તાળુ મારેલંુ હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેન્કર પેસિફિક સિંગાપુરનો કેપ્ટન ગુમ : કેબિનમાં તાળુ મારેલંુ હતું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલંગશિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવી રહેલા જહાજનો કેપ્ટન મધદરિયેથી ગુમ થઇ જતા ચકચાર મચી ગઇ છે.

અલંગના પ્લોટ નં.133-એમ દ્વારા ખરીદવામાં આવેલુ 15761 મે.ટનનું ઓઇલ ટેન્કર જહાજ પેસિફિક સિંગાપુર ભંગાવા માટે અંતિમ યાત્રાએ સિંગાપુરથી નીકળ્યુ હતુ. તા.1 ડિસેમ્બરના રોજ શિપના ચિફ એન્જીનિયરને કોરિયાના કેપ્ટન બેગ દ્વારા જહાજના સંચાલન અંગે આદેશ આપ્યા હતા. તા.2 ડિસેમ્બરના રોજ 12.20 કલાકે જહાજના સેકન્ડ ઓફિસરે કેપ્ટન બેગની કેબિન ખખડાવી હતી, પરંતુ તેઓને કોઇ પ્રત્યુત્તર સાંપડ્યો હતો. બાદમાં બ્રિજ રૂમ ખાતે તમામ ક્રુ મેમ્બરોને બોલાવવામાં આવ્યા હતા.

તમામ ક્રુ મેમ્બરો દ્વારા આખા શિપની શોધખોળ કરવામાં આવી હતી, અને ખુણેખુણો ફેંદી નાંખવામાં આવ્યો હતો, પરંતુ કેપ્ટન મળ્યા હતા. જહાજ શ્રીલંકાની નજીકથી પસાર થઇ રહ્યું હોવાથી ત્યાં, કોચિન, ન્યૂ મેંગલોર, વિઝિગમ અને મુંબઇ એમઆરસીસીને જાણ કરવામાં આવી હતી.

તા.3 ડિસેમ્બરના રોજ ઇન્ડીયન કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી હતી, અને વોરશિપ36ને કેપ્ટનની શોધખોળ માટે દરિયામાં તહેનાત કરવામાં આવ્યુ હતુ, પરંતુ તેની કોઇ ભાળ મળી હતી.

મિસિંગ | અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા આવતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો