• Gujarati News
  • દર્પણ ચેરીટેબલ ઇન્સ્ટીટયુટ મહિલા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉમદા કાર્ય કરે છે.

દર્પણ ચેરીટેબલ ઇન્સ્ટીટયુટ મહિલા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉમદા કાર્ય કરે છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાજના નબળા અને પછાતવર્ગના મહિલા અને બાળકોને સ્વાર્ગી વિકાસના મુખ્ય ધ્યેય સાથે મહુવા દર્પણ ચેરીટેબલ ઇન્સ્ટીટયુટ ટ્રસ્ટની સંસ્થાના સ્થાપના શ્રી મોરારી વી. હરીયાણી કરેલ તેમની સંસ્થાકિય પ્રવૃતિમાં સંસ્થાના નિયામકશ્રી કાન્તાબેન જે. બઢીયાના ભારે સહકારથી અનેક સામાજીક કાર્ય સંસ્થાના માધ્યમ દ્વારા થઇ રહ્યાં છે.

દર્પણ ચેરીટેબલ ઇન્સ્ટીટયુટ ટ્રસ્ટ મુખ્યત્વે મહિલાઓને સિવણ, એમ્બ્રોડરી, ઉનનું ગુંથણ, હાથ ભરત અને રમકડા બનાવવાની સ્વરોજગારલક્ષી તાલીમ આપવાનું અને ભાવનગર, અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પછાતવર્ગના તાલીમાર્થીઓને આજીવિકા મળી રહે તેવા વ્યવસાયલક્ષી કાર્યક્રમો યોજવાનું તેમજ સામાજીક અને આર્થિક ક્ષેત્રે પછાત મહિલાઓના આર્થિક વિકાસ માટેના તથા મહિલા જાગૃતિની વિવિધ પ્રવૃતિઓ કરે છે.

દર્પણ ચેરીટેબલ ઇન્સ્ટીટયુટ ટ્રસ્ટની સ્થાપના થઇ તા.14/10/1989ના રોજ કરવામાં આવેલ હતી. સંસ્થા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ ખાતાઓ, વિભાગોનું અનુદાન મેળવી ભાવનગર, અમેરલી જીલ્લાના તાલુકા મહુવા, તળાજા, રાજુલા, જાફરાબાદ તેમજ ખાંભામાં વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો, કુટુંબ સલાહ કેન્દ્ર, બક્ષીપંચ કુમાર / કન્યા છાત્રાલય ચલાવે છે. સાથે-સાથે ગ્રામ્યકક્ષાએ મહિલા જાગૃતિ સહિત અનેકવિધ પ્રવૃતિઓ ચલાવે છે.

દર્પણ ચેરીટેબલ ઇન્સ્ટીટયુટ ટ્રસ્ટએ વિધવા લાભાર્થીઓના પુન: સ્થાપન તાલીમ કાર્યક્રમ અન્વયે ભાવનગર, અમરેલી તેમજ પોરબંદર જીલ્લામાં સને 2006/07 થી કામગીરી કરે છે. સંસ્થાને મહિલા અને બાળવિકાસ, સમાજ સુરક્ષા ખાતુ, સમાજ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગરના તેમજ સેન્ટ્રલ સોશ્યલ વેલ્ફર બોર્ડ દિલ્હી દ્વારા અનુદાન સહિત વિવિધ સહકાર પ્રાપ્ત થાય છે.